________________
30
સંક૯પસિદ્ધિ અંગ્રેજી પાંચમા ધોરણમાં અમે કવિ કલાપીકૃત ‘કાશ્મીરને પ્રવાસ’ વા, તેની છાપ અમારા મન ઉપર બહુ ઊંડી પડી અને અમને એ સૌંદર્યભૂમિનાં દર્શન કરવાની ઈચ્છા જાગ્રત થઈ. ખાસ કરીને તેમાં જહાંગીર બાદશાહે કહેલી નીચેની પંકિતઓનું ઉદ્ધરણ હતું, તેણે અમારા મનનું અનેરું આકર્ષણ કર્યું હતું :
યદિ ફિરદોશ બરરુયે જમીનસ્ત;
હમીનસ્તા હમીનસ્તા હમીસ્ત. “જો આ જગતુ પર કેઈ સ્થળે સ્વર્ગ હોય તો તે અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે.'
નીતિકારેએ કહ્યું છે કે “ઉત્પન્ને વિસ્ટીચત્તે ાિળાં કર્યો. ત્યારબાદ અમારા મોસાળે વઢવાણ શહેર જવાનું થયું, ત્યાં પાંચમી ગુજરાતીનો અભ્યાસ દરબારી શાળામાં પૂરો કર્યો કે જે ધોળી પોળ રામમંદિરની સામે આવેલી છે. * સને ૧૯૧૭માં અમને વિશેષ વિદ્યાભ્યાસ માટે અમદાવાદ શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં મોકલવામાં આવ્યા. ત્યાં ત્રણ અંગ્રેજી ગવર્મેન્ટ મિડલૂ સ્કૂલમાં, ચોથી અંગ્રેજી આર. સી. હાઇસ્કૂલમાં અને પાંચમી, છઠ્ઠી તથા સાતમી અંગ્રેજી પ્રોફાયટરી હાઈસ્કૂલમાં પૂરી કરી ગુજરાત વિદ્યાપીઠના વિનીત થયા. ત્યારબાદ વિશેષ અભ્યાસ માટે ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા, પણ થોડા વખત બાદ કૌટુંબિક, સંયોગોને લીધે વિદ્યાભ્યાસ છોડી વ્યવસાયમાં દાખલ થવું પડયું. અમારી વિદ્યાર્થી અવસ્થાની આ ટૂંક રૂપરેખા છે. વિશેષ તો આ ગ્રંથમાં અપાયેલા કેટલાક પ્રસંગોથી જાણી શકાશે. ત્યાર પછી પણ અમે વિદ્યાનો અભ્યાસ તો કરતા જ રહ્યા છીએ, પણ તે અમારી રીતે.