________________
ઉપકમ
ઉતારી શકે છે અને એક નવી જ સૃષ્ટિનું નિર્માણ કરી શકે છે. આને કેઈ અતિશયેક્તિ સમજશે મા ! આને કઈ અત્યુક્તિ લેખશે મા ! આ એક અનુભૂત સત્ય હકીક્ત છે, અને તેથી જ અમે અહીં તેનું સવિસ્તર વર્ણન કરવા તત્પર થયા છીએ.
સંકલ્પશક્તિને ચમત્કાર અમારી વિદ્યાર્થી અવસ્થામાં જ અમને જોવા મળેલે, તેની અહીં નેંધ કરવી ઉંચિત સમજીએ છીએ.
૩. બાળધોરણ, પહેલી, બીજી તથા ત્રીજી ગુજરાતીનો અભ્યાસ અમે અમારા ગામની ગામઠી નિશાળમાં પૂરો કર્યો હતો. ત્યારબાદ અમારા પિતાશ્રીનું અચાનક અવસાન થતાં અમે ઘણી કઢંગી હાલતમાં મૂકાઈ ગયા હતા. આ વખતે અમારા વિધવા માતુશ્રીને તેમનું પોતાનું, અમારું તથા અમારી નાની બે બહેનો-ઝવેરી તથા શાંતાનું ભરણપિષણ કરવાનું હતું. પાસે કંઈ પણ જમીન–જાગીર કે મૂડી ન હતી; તેમજ આજીવિકાનું ખાસ સાધન ન હતું.
પિતાજી ગેધરા નજીક ટુવા ગામમાં કોઈની ભાગીદારીમાં પરચુરણ દુકાનદારી કરતા હતા અને ત્યાં અમને બધાને લઈ જવા માટે તેડવા આવ્યા હતા. એવામાં તાવ આવ્યો અને ત્રણ જ દિવસમાં દેહાંત થયો. તેમની પાછળ ભાગીદારે દુકાનનો પૂરો કબજે કર્યો અને ભાગમાં ખોટ દેખાડી કંઈ પણ આપ્યું નહિ. આ સંજોગોમાં અમારા ગામમાં અમારે માથે ત્રણસો રૂપિયાનું દેવું રહી ગયું, જે અમે ઘણું વર્ષે ભરપાઈ ક્યું.
આઠ મહિના બાદ અમારા માતુશ્રીના કાકા અમને પિતાને ગામ દેવચરાડી લઈ ગયા કે જે અમારા ગામથી ચાર-પાંચ ગાઉના અંતરે આવેલું હતું. ત્યાં અમે ચોથી ગુજરાતીનો અભ્યાસ પૂરો