________________
ભયંકરતા હવે છપ્પનિયા જેટલી રહી નથી. છપ્પનિયો' આજે હોત તો તે એટલો ભયંકર ન હોત.
પ્રજાનો એક વર્ગ જ્યારે આપત્તિગ્રસ્ત હોય ત્યારે બીજો વર્ગ ત્યાં જ જલસા કરતો હોય એવો વિસંવાદ લોકજીવનમાં વખતોવખત જોવા મળે છે. આવા આપત્તિના કાળમાં એ જ વિસ્તારોમાં લગ્નો, મેળાવડાઓ, મિજબાનીઓ, ધાર્મિક મહોત્સવો, ધાર્મિક અનુષ્ઠાનો ઇત્યાદિમાં અઢળક નાણાં ખર્ચવાં એમાં સામાજિક દ્રોહ રહેલો છે. પોતાના ફાળવેલાં નાણાંમાંથી યથાશક્તિ પ્રવાહ જીવદયા, અનુકંપા તરફ વાળવાથી કંઈક કર્તવ્ય કર્યાનો સંતોષ મળે છે, સામાજિક ચાહના મળે છે, લોકો વચ્ચેનો સમભાવ વધે છે ને વિસંવાદ દૂર થાય છે. આવે વખતે રાજકીય નેતાઓએ, સમાજના આગેવાનોએ, ધર્માચાર્યોએ લોકોને સાચું નેતૃત્વ અને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ અને સાચો દાખલો બેસાડવો જોઈએ.
દુનિયામાં જ્યારથી પાણીની સુલભતા વધી છે ત્યારથી પાણીનો દુર્થય પણ વધ્યો છે. એક અંદાજ પ્રમાણે દુનિયામાં રોજ સરેરાશ દસથી પંદર ટકા પાણી ખોટી રીતે વેડફાઈ જાય છે. હાથ ધોવા માટે કે બ્રશ કરવા માટે, મોંઢું ધોવા માટે જેટલું પાણી જોઈએ તેના કરતાં, નળ આવ્યા પછી પાણીનો વપરાશ વધ્યો છે. નળ ઘડીએ ઘડીએ ઉઘાડબંધ કરવાની તકલીફ કોણ લે ? વહીવહીને કેટલું પાણી વહી જશે ? પાણીના ક્યાં બહુ પૈસા પડે છે ? પાણી વાપરવામાં પણ કંજૂસ થવું છે ? - આવા આવા વિચારો પાણી વાપરનારના મનમાં ચાલતાં હોય છે. જ્યાં નિશ્ચિત કલાકો માટે નળમાં પાણી આવે છે ત્યાં ભૂલમાં નળ ખુલ્લો રહી જવાને લીધે કેટલું બધું પાણી વેડફાઈ જાય છે ? નળ ખુલ્લો રાખીને જ કપડાં-વાસણ ‘બરાબર' ધોવાની નોકરને કડક સૂચના આપનાર શેઠાણીઓનો ક્યાં તોટો છે ? નળ બગડી ગયો હોય અને પાણી સતત ગળતું હોય, પાઈપ તૂટી ગઈ હોય, પાઈપલાઈન ફાટી ગઈ હોય, ટાંકીઓ ભૂલમાં ઊભરાતી હોય - રીઢા માણસોને આ બધી વસ્તુઓ જરા પણ ખટકતી નથી. એક લેખકે કહ્યું E : Water is fast becoming our most valuable, most prized, most critical resource. A blessing where properly used, but it can bring devastation and ruin when left uncontrolled.
મહાત્મા ગાંધીજી સાબરમતી નદીમાંથી જેટલી લોટી પાણી પોતાને જોઈએ તેટલું જ વાપરતા. એમણે કહ્યું કે સાબરમતી નદી ફક્ત મારા એકલાને માટે વહેતી નથી. જૈન સાધુ- સાધ્વીઓ પાણીનો ખપ પૂરતો
૬૨ - સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org