________________
એવી દૃષ્ટિ કેળવી સાંત્વન, સમાધાન મેળવવું જોઈએ અને પોતાનાં અશુભ કર્મોના ક્ષયોપશમ માટે પ્રબળ પુરુષાર્થ કરવા પગલું ઉપાડવું જોઈએ. જ્યાં સાચી સમજણ છે, તત્ત્વદૃષ્ટિ છે ત્યાં દીનતા હોતી નથી, ટકતી નથી. સગુદર્શનની પ્રાપ્તિ પછી જીવને સંસારમાં ક્યાંય દીનતા દર્શાવવા જેવું રહેતું નથી. જીવ એટલા ઊંચા આત્મભાવમાં આવી જાય છે કે બાહ્ય પ્રતિકૂળતાઓનું એની પાસે કશું ચાલતું નથી.
એટલા માટે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી શાન્તિનાથ ભગવાનના જાણીતા સ્તવન ‘હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં'માં કહ્યું છે : ગઈ દીનતા સબહી હમારી, તુજ સમક્તિ દાન મેં; ગુણ અનુભવકે રસ આગે; નહિ કોઉ
પ્રભુ !
પ્રભુ આવત
માનમેં.
Jain Education International
अदीणमणसो चरे * ८८
For Private & Personal Use Only
(સાંપ્રત સહચિંતન-૧૫)
www.jainelibrary.org