________________
શહેરમાં દીકરાને ત્યાં રહેવા આવવું પડ્યું હતું. પોતે એક કોલેજમાં આચાર્ય હતા અને નિવૃત્ત થયા ત્યાં સુધીમાં પોતાની યશસ્વી કારકિર્દીને લીધે ઘણું માનપાન પામ્યા હતા. પોતાના એ સુખી દિવસો વાગોળતાં તેઓ બેત્રણ વાર બોલ્યા કે, “Those were the golden days of my life.' આ વાતચીત ચાલતી હતી તેવામાં એમના દીકરા આવી પહોંચ્યા. આવતાંની સાથે પોતાના વૃદ્ધ પિતા ઉપર તૂટી પડ્યા, “ગોલ્ડન, ગોલ્ડન, ગોલ્ડન.. જે આવે તેની આગળ બસ ગોલ્ડન, ગોલ્ડન કર્યા કરો છો ? બીજું કંઈ સૂઝે છે નહિ? જાવ તમારા રૂમમાં બેસો.' આ સાંભળી અમે તો ડઘાઈ ગયા. વયોવૃદ્ધ પિતા ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. મેં પિતાશ્રીનો બચાવ કરવા પ્રયત્ન કર્યો, પણ એ મિત્રને મારી વાત રુચિ નહિ.
વૃદ્ધ માતાપિતાની આવી ટેવની ઘટના ઘેર ઘેર બનતી હશે !
માતા અને પિતા બેમાંથી એકની વિદાય થાય તે પછી પરિસ્થિતિ વધુ કરુણ બને છે. હવે દીકરો કે દીકરાઓ જોરમાં આવી જાય છે. પુત્રવધૂઓ તેમાં સાથ આપે છે. સાચી ખોટી ભંભેરણી થાય છે. અસત્યનો આશ્રય લેવાય છે. વડીલની હવે ગરજ રહેતી નથી. ભૂતકાળ ભુલાઈ જાય છે. એમાં પણ વડીલ વ્યક્તિ માંદી પડે છે ત્યારે તેમની લાચારી વધી જાય છે.
એકવાર ગુજરાતના એક નાના ગામમાં અમારે એક સંસ્થાની મુલાકાત પછી ગામના મુખ્ય વેપારીને ત્યાં જમવા જવાનું હતું. પરસ્પર ઓળખાણ નહોતી, પણ સંસ્થાના તેઓ હોદ્દેદારો હોવાને નાતે એમને ત્યાં જમવાનું હતું. અમે એમને ત્યાં ગયા. મકાનમાં નીચે વિશાળ મોટી દુકાન હતી. ખાસ્સી ઘરાકી હતી. વેપાર ધમધોકાર લાગ્યો. ઉપરના માળે એમનું વિશાળ ઘર હતું. દાદર ચડી ઉપર ગયા ત્યાં બહાર પરસાળમાં બાથરૂમ-સંડાસ પાસે એક મેલી ગોદડી પર એક વયોવૃદ્ધ સજ્જન બેઠા હતા. અમે જમવા બેઠા ત્યારે એક થાળી એમને પણ પહોંચાડવામાં આવી. મારાથી સહજ પુછાઈ ગયું, “વડીલ કોણ છે ?' યજમાને શરમાઈ જતાં ધીમા અવાજે મને કહ્યું, “મારા ફાધર છે. ખાંસીને લીધે આખો દિવસ ખોં ખોં કરે છે. છોકરાંઓનું ભણવાનું બગડે છે અને ઘરમાં હોય તો કટકટ કરે છે. વાઈફથી એ સહન થતું નથી. એટલે બહાર જગ્યા કરી આપી છે. એમને ય શાન્તિ અને અમને ય શાન્તિ.”
જમીને અમે બધાં નીચે ઊતરતાં હતાં. હું છેલ્લે હતો. મેં વડીલને ભાવપૂર્વક નમસ્કાર કર્યા. તેઓ કોઈ સાંભળતું નથી એની ખાતરી કરી
પુત્રભીતિ - ૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org