________________
રાજકારણમાં સાત્ત્વિક પ્રકૃતિના નેતાઓ કરતાં રાજસી પ્રકૃતિના નેતાઓ વધુ ફાવી જાય છે. રાજકારણમાં સક્રિય ભાગ લેવો અને સમર્થ રાજનેતા બનવું અને છતાં સરકાર કે પક્ષમાં એક પણ હોદ્દો ધારણ ન કરવો એવી સત્ત્વશીલ અનાસક્તિ ગાંધીજી જેવી કોઈક મહાન વ્યક્તિઓમાં હોઈ શકે છે. રાજકીય મહત્ત્વાકાંક્ષા વગર રાજકારણમાં ઝંપલાવવું સરળ નથી. એવા સાત્વિક નિ:સ્પૃહ રાજનેતાઓનો સત્તાધીશો ઉપર ઘણો પ્રભાવ પડતો હોય છે. સત્તાધીશો એમની અવગણના કરવાનું સાહસ કરતા નથી, અને જો કરે તો વિપરીત પરિણામ આવવાનો સંભવ રહે છે.
નેતા થવાના કોડ તો ઘણા માણસોને હોય છે, પણ શક્તિ-પ્રતિભા વિના સારા નેતા થઈ શકાતું નથી. જે વ્યક્તિમાં દઢ આત્મવિશ્વાસ હોય, ઊંડો અનુભવ હોય, પ્રશસ્ત ડહાપણ હોય, બીજાઓ સાથે સહકારથી કામ કરવાની કુનેહ હોય, સારી સમજદારી અને ગ્રહણશક્તિ હોય, ત્વરિત નિર્ણય લેવાની અને સમયને અને માણસને પારખવાની પરિપકવ બુદ્ધિ, હોય, પ્રામાણિકતા અને પરગજુપણું હોય, બીજા માટે કષ્ટ વેઠવાની ઉદારતા હોય, વૈચારિક સહિષ્ણુતા હોય, સત્તાલોલુપતા કે કીર્તિકામના ઓછી હોય તે વ્યક્તિ સારા નેતા થઈ શકે છે. ઊંચી નેતાગીરી પ્રાપ્ત થયા પછી પક્ષપાતરહિત ન્યાયબુદ્ધિવાળા, પ્રલોભનોથી પર અને ઉદાત્ત મનના રહેવું સરળ નથી. રાજકીય, સામાજિક વગેરે પ્રકારની નેતાગીરીમાં બુદ્ધિપ્રતિભા ઉપરાંત પ્રભાવશાળી વ્યક્તિત્વની છાપ અને પ્રભાવશાળી વકતૃત્વ પણ સહાયક બને છે.
નેતા શબ્દ સંસ્કૃત “ના” અથવા ને ઉપરથી આવ્યો છે. એનો અર્થ થાય છે. બીજાને દોરી જવું. જેનામાં બીજાને દોરવાની શક્તિ હોય તે નેતા બની શકે. જેનામાં અનુસરવાનો સંનિષ્ઠ અનુભવ ન હોય તે સારી રીતે બીજાને દોરી ન શકે. યુવાન નેતાઓમાં પોતાના વડીલ નેતાઓને સારી રીતે અનુસરવાની વૃત્તિ ન હોય તો તેઓ પોતાના જૂથને સારી રીતે દોરી ન શકે. અનુભવથી નેતાગીરી સમૃદ્ધ થાય છે. જેઓ પોતાની તીવ્ર મહત્ત્વાકાંક્ષાને લીધે પોતાના વડીલ નેતાઓને દગો દે છે, બંડ કરે છે, બેવફા નીવડે છે તેઓ તત્કાલ કદાચ ફાવી જાય તો પણ પોતાના જૂથને સારી નેતાગીરી પૂરી પાડી શકતા નથી. વખત જતાં પોતાના જ સાથીદારોના કે સહકાર્યકર્તાઓના દગા કે બંડના તેઓ ભોગ બને છે. ફાવી જવું એ એક વાત છે અને સફળ થવું એ બીજી વાત છે. જીવનના દરેક ક્ષેત્રમાં કેટલીક અગ્રણી વ્યક્તિઓ જોવા મળશે. લોકોને
૩૨૦ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org