________________
જાય છે. એવી પ્રવૃત્તિમાં કેટલાય દેશોની વિદેશકચેરીઓના અને ઍરલાઈન્સના કર્મચારીઓ પણ સંડોવાયેલા હોય છે. પોતાના દેશને અન્ય દેશ દ્વારા પહોંચતું આર્થિક નુકસાન માણસોને બહુ કઠતું નથી તે શોચનીય સ્થિતિ છે. એમાંથી જ ધીમે ધીમે માણસ વધુ મોટી રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિઓમાં સંડોવાય
પોતાના રાષ્ટ્રની સલામતી જોખમમાં મુકાય એવી સંરક્ષણને લગતી લશ્કરી ગુપ્ત માહિતી બીજા દેશોને પહોંચાડી દેવી એ મોટામાં મોટો રાષ્ટ્રદ્રોહ ગણાય છે. એની સજા પણ બહુ આકરી હોય છે, હોવી જોઈએ. આવા રાષ્ટ્રદ્રોહ માટે ફાંસીની સજા પ્રાચીન સમયની જેમ વર્તમાન સમયમાં પણ કરાતી રહી છે. આવી કડક સજાના ભય વિના ગંભીર રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિને દબાવી શકાય નહિ. લાખો-કરોડો લોકોમાં કોઈક તો એવા નીકળવાના કે જેને પોતાના રાષ્ટ્રની કશી જ પડી ન હોય.
- રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિ એ નિરંતર પોષવાલાયક બાબત છે. એની શરૂઆત રાજ કર્તાઓ દ્વારા જ થવી જોઈએ. જે દેશમાં રાજ કર્તાઓ માત્ર સત્તાશોખીન હોય અને પ્રતિકૂળ સંજોગો ઊભા થતાં તેઓ જ બીજા રાષ્ટ્રમાં ભાગી જવાની વૃત્તિ ધરાવતા હોય, તેવા રાજકર્તાઓ પ્રજામાં રાષ્ટ્રીય ભાવના ઝાઝી જગાવી શકતા નથી. જે પ્રજાવત્સલ રાજકર્તાઓ રાષ્ટ્રને કાજે પ્રાણાર્પણ કરવા તૈયાર હોય તેઓ જ પ્રજામાં રાષ્ટ્રભક્તિની ભાવનાને સવિશેષ પોષી શકે છે.
(સાંપ્રત સહચિંતન-૨)
૩૯૪ ૪ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org