Book Title: Samprat Samaj Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 417
________________ વક્તવ્ય આપ્યું., હોંગકોંગ, સીંગાપોર ગયા., U.K.માં ચંદરિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી દેવચંદભાઈ ચંદરિયાના આમંત્રણથી યુ.કે.માં જૈનધર્મ અને ગુજરાતી સાહિત્ય પર વ્યાખ્યાનો આપવા તારાબેન અને પુત્રી શૈલજા સાથે બે મહિના માટે ગયા. U.K. ઉપરાંત યુરોપમાં જુદે જુદે સ્થળે વ્યાખ્યાનો આપ્યા. સાથે સાથે ફ્રાન્સ, ઈટલી, ઓસ્ટ્રીયા, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્વીઝરલેન્ડ વગેરે દેશોનો પ્રવાસ કર્યો. જૈન ધર્મ હિદી - આવૃત્તિ - પરિચય ટ્રસ્ટ બહાર પડી. ૧૯૭૮ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી, હોંગકોંગ, ઈન્ડોનેશિયા, ફીલીપાઈન્સ, સાઉથ કોરિયા, થાઈલેન્ડનો પ્રવાસ. ૧૯૭૯ Buddhism An Introduction, સમયસુદંર', “પડીલેહા', આપણાં ફાગુ કાવ્યો' - પ્રગટ થયાં, “જૈન સાહિત્ય સમારોહ બીજો - મહુવામાં શ્રી ભાયાણીસાહેબના પ્રમુખપદે મહુવામાં થયો, સાઉથ અમેરિકા - બ્રાઝીલમાં “રીઓ ડી જાનેરોમાં ભરાયેલી P.E.N. International Conference'માં ભારતના પ્રતિનિધિ તરીકે પતિપત્ની બન્નેએ ભાગ લીધો, તેમાં વક્તવ્ય આપ્યું., બ્રાઝિલના જુદા જુદા શહેરો - બ્રાઝિલીયા, સાવોપાઉલો ઉપરાંત ટ્રીનીડાડપનામા, કુરાસાવ, આર્જેન્ટીના, પેરુ, વગેરે જોયા. પેરુમાં મચ્છુપીચ્છમાં ઈન્કા સંસ્કૃતિના અવશેષો જોયા, પાછા ફરતા શિકાગો, ન્યુયોર્ક વગેરે અમેરિકામાં કેટલેક સ્થળે ગયા. ૧૯૮૦ રશિયાનો પ્રવાસ, ૧. સમય સુંદરકૃત ‘થાવચ્ચા સુતરિષિ ચોપાઈ' ૨. નિદ્ભવ વાદ ૩. નળ દમયંતીની કથાનો વિકાસ. ૪. નળ દમયંતી પ્રબંધ (ગુણવિનય કૃત), ૫. હેમચંદ્રાચાર્ય, ૬. ઉત્તર ધ્રુવની શોધ સફર પ્રગટ થયાં. જૈન સાહિત્ય સમારોહ ૩ સુરતમાં થયો. ૧૯૮૧ ચોપાટી-દેવ પ્રકાશનું નિવાસ સ્થાન છોડી ૨૧-૨૨, રેખા નં. ૧માં રહેવા ગયા. મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્ર પ્રબુદ્ધ જીવનના સહતંત્રી બન્યા., ચિ. શૈલજા M.A. with Psychologyમાં first class first આવી. મુંબઈ યુનિ.નો K. T. Telang સુવર્ણચંદ્રક મળ્યો, શ્રી શૈલેશ મહાદેવિયા સાથે ભારત, તિબેટ, નેપાળની સરહદ પર ૩૫૦૦ ફૂટની ઊંચાઈએ સાંપ્રત સમાજ-દર્શન ૩૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428