Book Title: Samprat Samaj Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 427
________________ પ્રો. જશવંત શેખડીવાળા પ્રો. જશવંત શેખડીવાળા (જન્મ : ૩-૭-૧૯૩૧)નો જન્મ વતન ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાના શેખડી ગામે . ૧૯૫૦માં તેઓ મેટ્રિક થયા. ૧૯૫૪માં ગુજરાતી - ઈતિહાસ વિષયો સાથે મ. સ. યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૫૭માં ગુજરાતી અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષયોમાં એમ.એ. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં તેઓ વર્ષો સુધી અનુસ્નાતક ગુજરાતી વિભાગના અધ્યક્ષ રહ્યા. ‘નાટ્યલોક' (૧૯૭૯) એમનો નાટ્યવિષયક વિવેચન સંગ્રહ છે. ગુજરાતી એકાંકીનું સર્જન બટુભાઈ પૂર્વે પારસી લેખકોએ કર્યું હતું એ બાબત તરફ લક્ષ ખેંચતો લેખ નોંધપાત્ર રહ્યો છે. ‘જયા-જયંત’ : બે મુદ્દા - એ લેખ પણ ન્હાનાલાલના એ નાટકની કડક નિર્ભીક આલોચના આપતો હોઈ ધ્યાનપાત્ર છે. કાવ્યમધુ' (૧૯૬૧), ‘ગદ્યગરિમા' (૧૯૬૫), ‘વાર્તામધુ” (૧૯૭૩) ઈત્યાદિ એમના સહસંપાદનના ગ્રંથો છે. મુખ્યત્વે કડક, નિર્ભીક વિવેચક અને સૂઝ-સમજ , ચીવટવાળા સંપાદક પ્રો. શેખડીવાળાએ ‘ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ ગ્રંથશ્રેણીના બે ગ્રંથો – ‘સાંપ્રત સમાજ દર્શન’ અને ‘પ્રવાસ દર્શન : સંપાદન કર્યું છે. Jain Education er

Loading...

Page Navigation
1 ... 425 426 427 428