________________
ગયા છો તેની ઘણા લાંબા વખત સુધી તમને પોતાને ખબર પડતી નથી. ખબર પડે ત્યારે તેમાંથી બહાર નીકળવા માટે તમારે માટે કાં તો માર્ગ હોતો નથી, કાં તો હિંમત હોતી નથી. તરત હત્યા કરી નાખવા સુધીની નિર્દયતા દાખવતાં ગુપ્તચરો જરા પણ અચકાતા નથી.
કેટલાક બદમાશ માણસો જેમ ધર્મ આચરતા હોવાનો વધુ પડતો દેખાવ કરે છે તેમ જાસૂસીનું કામ કરનાર કેટલાક માણસો રાષ્ટ્રભક્ત હોવાનો વધુ પડતો દેખાવ કરે છે. એમ કહેવાય છે કે થોડા સમય પહેલાં સોવિયેત સંઘને માહિતી પૂરી પાડવા માટે પકડાયેલા કેટલાક અમેરિકનોએ પોતપોતાના વિસ્તારના લોકોમાં સૌથી મોટા વફાદાર રાષ્ટ્રભક્ત હોવાની છાપ ઊભી કરી હતી.
પોતાના રાષ્ટ્રમાં અન્યાય પામેલી કે સત્તાધીશો દ્વારા જાહેરમાં અપમાનિત થયેલી વ્યક્તિની પોતાના રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી ઘટી જાય છે. એવા માણસો વેરનો બદલો લેવા મોટું ભયંકર અપકૃત્ય કરતાં પણ અચકાતા નથી. દુ:ખમાં દાઝેલા માણસોને આશ્રય આપવા પાડોશી રાષ્ટ્રો હમેશાં તત્પર હોય છે અને આવી પરિસ્થિતિમાં સૌથી વધુ લાભ ઉઠાવાય છે. રાષ્ટ્રદ્રોહી શક્તિશાળી માણસો જ્યારે અન્ય દેશમાં જઈને વસવાટ કરે છે ત્યારે ત્યાંની સરકાર તેઓને વધુ પંપાળે છે.
પોતાના રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ ને વફાદારી જેટલે અંશે વધુ કેળવી શકાય એટલે અંશે ગુપ્ત માહિતી, બહાર જવાનો ભય ઓછો. જે રાષ્ટ્રના તમામ નાગરિકો પૂરેપૂરા વફાદાર હોય એ રાષ્ટ્રમાં ગમે તેટલા જાસૂસો આવે તો પણ ફાવી ન શકે. પરંતુ આવી સ્થિતિ સામાન્ય રીતે ઓછી સંભવિત છે, કારણ કે મનુષ્યનું મન ચંચળ છે અને ક્યા પ્રલોભનથી તે ખેંચાઈ જશે તે પહેલેથી કહી શકાય નહિ.
કોઈ પણ દેશમાં સરકારી અમલદારો દ્વારા કે અન્ય ઉચ્ચ સત્તાધીશો દ્વારા પ્રજાની કનડગત વધુ પડતી થવા લાગે છે ત્યારે લોકોને પ્રથમ સરકારી વર્ગ પ્રત્યે અભાવ થવા લાગે છે. એવી પરિસ્થિતિમાં કંઈક તક મળતાં દેશદ્રોહનાં બીજ વવાય છે. વિરોધી સત્તાઓ આવી સ્થિતિમાં ગેરલાભ ઉઠાવે છે. સરકારથી ત્રાસેલી વ્યક્તિઓનાં હૃદય તેઓ ધન દ્વારા કે આશ્રય આપવાનાં વચન દ્વારા જીતી લે છે. તેમની એ મોહજાળમાં આવા દાઝેલા ' નાગરિકો ફસાય છે.
જૂના વખતમાં જાસૂસીની પ્રવૃત્તિ ઘણું ખરું પડોશી રાજ્ય પૂરતી મર્યાદિત રહેતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી ઝડપી વિમાની વ્યવહારને
૩૩૨ ૪ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org