________________
નવી તરકીબો શોધી કાઢે છે. માત્ર રાજદ્વારી ક્ષેત્રમાં જ નહિ, વેપાર, શિક્ષણ, ધર્મ વગેરે ક્ષેત્રોમાં પણ ગુપ્ત માહિતી જાણવા માટે પણ એવી સ્થિતિ પ્રવર્તે છે. આપણે કોઈક દેશની અજાણી પેઢી સાથે વેપાર કરવો હોય તો તે પેઢીની અંદર-ખાનેથી આર્થિક સ્થિતિ કેવી હોય છે તેનો ગુપ્ત અહેવાલ મેળવી આપનારી સંસ્થાઓ દુનિયાના ઘણા દેશોમાં છે. આપણને ખબર પણ ન પડે એવી ગુપ્ત રીતે આપણા વ્યવસાય વિશે, જીવનવ્યવહાર વિશે, વિગતવાર માહિતી મેળવી લઈને બીજાને પહોંચાડવાનું કામ કરનારા માણસો, એજન્ટો દુનિયામાં ઘણા છે.
અમેરિકા, સોવિયેત સંઘ, બ્રિટન, ફ્રાન્સ, જર્મની જેવાં મોટાં રાષ્ટ્રો અન્ય કોઈ દેશના કે રાષ્ટ્રના વડા કે ઉચ્ચ પદાધિકારીઓને પોતાને ત્યાં મહેમાન તરીકે નિમંત્રણ આપે છે ત્યારે તેને વિશેની બધી જ ગુપ્ત માહિતી પોતાના ગુપ્તચરો દ્વારા પ્રથમ મેળવી લે છે અને તે વ્યક્તિનું નબળું પાસું કર્યું છે તે પણ જાણી લઈ વાટાઘાટો દરમિયાન તે દ્વારા લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. તેના શોખની વસ્તુઓ, તેના હરવાફરવાની પસંદગી, તેને બહુ ભાવતી વાનગીઓ, તેના ઉઠવા-બેસવાની રીત ભાતો, ટેવો, વ્યસનો, અથવા કોની સાથે કયા વિષય પર વાતચીત કરવામાં તે વધુ ખીલે છે ઇત્યાદિ વિશેની માહિતી મેળવી લેવાય છે. સમર્થ માનસશાસ્ત્રીઓ દ્વારા તેનો અભ્યાસ કરાવીને એ બાબતોનો મુલાકાત વખતે વધુમાં વધુ લાભ ઉઠાવાય છે.
વર્તમાન સમયમાં જાસૂસી માટેનાં સાધનો વધતાં જાય છે. ટેપરેકોર્ડર અને નાનાં ટ્રાન્સમીટરો દ્વારા ઘણી ગુપ્ત માહિતી મેળવી લેવાય છે. એમ કહેવાય છે કે નિકસન અને કિસિંજરને સોવિયેત સંઘની મુલાકાતનું જ્યારે નિમંત્રણ મળ્યું હતું ત્યારે તેમના ઉતારા માટેનાં બંગલાના ઉદ્યાનનાં વૃક્ષો ઉપર નાનાં નાનાં ટ્રાન્સમીટરો ગોઠવાઈ ગયાં હતાં, કે જેથી હરતાંફરતાં તેઓ જે કંઈ ખાનગી વાત કરે તે નોંધાઈ જાય. એવો વહેમ પડતાં તેઓ બંને કેટલીક વાતો મોઢેથી કરવાને બદલે કાગળ પર લખીને કરતા અને તરત એ કાગળો બાળી નાખતા. હવે શક્તિશાળી ટ્રાન્સમીટરો અંગૂઠાના ટેરવા જેટલાં નાનાં નીકળ્યાં છે. આપણા ઘરે મહેમાન તરીકે આવેલો કોઈક માણસ ઘરના કોઈ અજાણ્યા ખૂણામાં એવું ટ્રાન્સમીટર મૂકી જાય તો જ્યાં સુધી એ આપણી નજરે ન પડે અને એ ટ્રાન્સમીટર છે એવી ખબર ન પડે ત્યાં સુધી દૂર બેઠાં આપણા ઘરમાં આખો વખત ચાલતી વાતો તે સાંભળી શકે છે કે રેકોર્ડ કરી શકે છે. મોટા રાજદ્વારી પુરુષોએ
૩૬૦ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org