________________
૪૫
જાસૂસી અને રાષ્ટ્રદ્રોહ
કોઈ પણ દેશ જાસૂસી કર્યા વગર, ગુપ્તચરો દ્વારા બીજા દેશોની માહિતી મેળવ્યા વગર પોતાના રાષ્ટ્રની સરહદોનું સંરક્ષણ કરી ન શકે. ભારતના જાસૂસો દુનિયાના બીજા દેશોમાં નથી એમ નહીં કહી શકાય. તે જ પ્રમાણે દુનિયાના બીજા દેશોના જાસૂસો ભારતમાં નથી અથવા હવે નહીં આવે એમ પણ માની ન શકાય. પોતાના ગુપ્તચરો વધુમાં વધુ માહિતી મેળવી લાવે અને બીજા દેશોના ગુપ્તચરો ઓછામાં ઓછી માહિતી મેળવી જાય એ ધ્યેય દરેક દેશનું હોય છે.
યુરોપ-અમેરિકાના ગુપ્તચરો કેટલાંયે વર્ષોથી ભારતમાંથી કેટલાક ભારતીય નાગરિકો દ્વારા જ, સંરક્ષણને લગતી ગુપ્ત માહિતી મેળવી જાય છે. એવું જ બીજા કેટલાક દેશોની બાબતમાં પણ બનતું હશે. આવી ઘટના તે તે દેશના ગુપ્તચર ખાતા માટે શરમજનક ગણાય. ગંદા રાજકારણને લીધે અને વારંવાર બદલાતા પ્રધાનો અને અમલદારોને કારણે તથા સર્વોચ્ચ વ્યક્તિઓની બેપરવાઈને કારણે પોતાનાં સરકારી ખાતાંઓમાં સડો કેટલો વ્યાપી ગયો છે અને મોટો આર્થિક કે અન્ય પ્રકારનો લાભ થતો હોય તો માણસ કેટલો પામર બની શકે છે એ જાસૂસીના આરોપસર પકડાયેલાઓનાં નિવેદન પરથી જોઈ શકાય છે.
નવાં નવાં સાધનો અને નવી નવી તરકીબ દ્વારા દુનિયાભરમાં જાસૂસીની જાળ પથરાયેલી રહ્યા કરે છે. જેમ જેમ કેટલીક તરકીબો જૂની અને જાણીતી થઈ જાય છે તેમ તે છોડી દેવાય છે અને ફળદ્રુપ ભેજાંઓ
જાસૂસી અને રાષ્ટ્રદ્રોહ ઝ૯ ૩પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org