Book Title: Samprat Samaj Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 411
________________ કારણે એક દેશમાંથી બીજા દેશમાં માણસોની અવરજવર ઘણી બધી વધી જતાં આવી પ્રવૃત્તિનો વ્યાપ વધી રહ્યો છે. વિદ્યાભ્યાસ, વેપાર, આરોગ્ય, પ્રવાસ, નોકરી વગેરેને કારણે પોતાના દેશની બહાર જવાની, સરહદ ઓળંગવાની પ્રવૃત્તિ પ્રતિદિન વધતી ચાલી છે. સરકારી કે બહુરાષ્ટ્રિય (મલ્ટીનેશનલ) કંપનીઓની નોકરી, વેપાર-ઉદ્યોગ કે અન્ય કારણે કેટલાયે લોકોનો રાષ્ટ્રોમાં લાંબાં વર્ષોનો વસવાટ પણ ઘણો વધી ગયો છે. એવા વસવાટને કારણે પણ પોતાની માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ ક્રમે ક્રમે ઓસરતો જાય એવી સંભાવના રહે છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, જાપાન, આફ્રિકા અથવા યુરોપમાં જઈને ઘણા ભારતીય લોકો વસેલા છે. સમય જતાં કેટલાકે ત્યાંનું નાગરિકત્વ પણ સ્વીકાર્યું છે. આવા લોકોની વફાદારી બે રાષ્ટ્રો વચ્ચે વહેંચાઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં તો કોઈનાય પ્રત્યે વફાદારીનો ભાવ તેમનામાં જણાતો નથી. ભારતની જેમ બીજા દેશોના નાગરિકોની બાબતમાં પણ આમ જ બની રહ્યું છે. પોતાની જન્મભૂમિ માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને વફાદારીનું પ્રમાણ દુનિયાના આવા ઘણા લોકોમાં પહેલાંનાં જેવું રહ્યું નથી. રાષ્ટ્રની સર્વોચ્ચ વ્યક્તિઓ વચ્ચે સત્તા માટે જ્યારે મોટું ઘર્ષણ જન્મે છે ત્યારે ન ફાવેલી વ્યક્તિને પોતાના જાનનો ભય રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વિરોધી વ્યક્તિને ખતમ કરી નાખવાની કુટિલ રાજનીતિ દુનિયાના ઘણા દેશોમાં, વિશેષત: સરમુખત્યારી દેશોમાં પ્રવર્તે છે. આથી એક વખત સર્વોચ્ચ સ્થાને બેઠેલી, પરંતુ પછીથી પરાજિત થયેલી વ્યક્તિઓ પોતાનો દેશ છોડી બીજા કોઈ દેશનો આશ્રય લઈ ત્યાં કાયમનો વસવાટ કરે છે. પોતાના મોભા અનુસાર વસવાટ કરવા માટે પુષ્પળ નાણાં જોઈએ. એટલે દુનિયાના ઘણા સત્તાધીશો એની પહેલેથી જોગવાઈ કરી રાખે છે. આ એક પ્રકારની રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ છે. કેટલીક બૅન્કો અને સરકારી માણસો તરફથી બીજા દેશોની આવી રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળતું હોવાનું કહેવાય છે. | સ્વાર્થોધ બનેલો માણસ પોતાના રાષ્ટ્રને કેટલું નુકસાન પહોંચે છે તેનું નહિ, પરંતુ પોતાને અંગત રીતે કેટલો લાભ થાય છે તેનો જ વિચાર કરે છે. વેપારધંધામાં આવી મનોવૃત્તિ ઘણા દેશોમાં સામાન્ય બનતી જાય છે. આ એક પ્રકારનો રાષ્ટ્રદ્રોહ છે. એથી પોતાના દેશને જે આર્થિક નુકસાન થાય છે તેની તને પરવા હોતી નથી. દુનિયાના ઘણા દેશોમાં, ખાસ કરીને અવિકસિત દેશોમાં દાણચોરી કે વિદેશી હૂંડિયામણની ચોરીની પ્રવૃત્તિ વધતી જાસૂસી અને રાષ્ટ્રદ્રોહ ક ૩૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428