Book Title: Samprat Samaj Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 405
________________ છે. એટલે જ માણસ જ્યારે શાંતિથી પોતાનું જીવન સુખે વિતાવે છે ત્યારે લોકોમાં પ્રેમ, સહકાર, સંપ, સંવાદિતાની ભાવના વધુ પ્રબળ રહ્યા કરે છે. પરમત સહિષ્ણુતા એ માનવજીવનનું એક આગવું ગુણલક્ષણ છે. એ એના સ્વભાવમાં અંતર્ગત છે. એથી જ દુનિયામાં આવા ઉપદ્રવો વિનાના જ્યાં જ્યાં શાંત પ્રદેશો છે ત્યાંના માનવજીવનનું અવલોકન કરવાથી સમજાય છે કે પરસ્પર કેટલી બધી વિભિન્નતા હોવા છતાં લોકો એકબીજાની સાથે મળીને કેટલું બધું સરસ, સંવાદી, સુખમય જીવન ગુજારી શકે છે - ચિત્ત પ્રદૂષણ વિનાનાં આવાં ક્ષેત્રોનો અભ્યાસ કરવાથી માનવજાત માટે હિતકારક એવાં કેટલાંક તારણો અવશ્ય કાઢી શકાય. એકબીજાને ન ઓળખતા એવા બે કચ્છી, અથવા સુરતી, ઘોઘારી, ઝાલાવાડી, વગેરે પોતાના પ્રદેશની બહારના કોઈ પ્રદેશમાં એકબીજાને મળે તો તરત પરસ્પર આત્મીયતા અનુભવે છે. બે અજાણ્યા ગુજરાતીઓ પછી ભલે તે કચ્છી હોય, કાઠિયાવાડી હોય, ચરોતરી કે સુરતી હોય, ગુજરાત બહાર મળે તો તેઓને એકબીજાને મળતાં આનંદ થાય છે. બે ભારતીય માણસો યુરોપ કે અમેરિકામાં એકબીજાને જુએ તો એવા જુદા પ્રદેશમાં પણ તેઓને એકબીજા સાથે વાત કરવી ગમે છે. બે કાળા આફ્રિકન લોકો ટોકિયો કે મોસ્કોમાં એકબીજાને જુએ તો તરત એકબીજા સામે સ્મિત કરશે, વાતચીત કરશે. દૂર દૂરના નિર્જન જંગલમાં, રણમાં કે હિમપ્રદેશમાં બે અજાણ્યા મનુષ્યો એકબીજાને જુએ અને આસપાસ માઈલો સુધી કોઈ માનવવસ્તી ન હોય ત્યારે એવા બે માણસો પણ પરસ્પર મળીને આનંદ અનુભવે છે. એકબીજાને સહાય પણ કરે છે. ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશ વગેરેનાં સંકુચિત લક્ષણો ત્યારે વિચલિત થઈ જાય છે. માત્ર માનવતા જ આવિષ્કૃત થાય છે. એથી આગળ વિચારતાં, ધ્રુવ પ્રદેશમાં માઈલો સુધીના બરફના નિર્જન વિસ્તારમાં દિવસો સુધી કોઈ પણ માણસનો ચહેરો જોવા ન મળ્યો હોય એવા કોઈક સાહસિકને સામેથી આવતું કોઈ કૂતરું દેખાય તો પણ એને વસ્તી જેવું લાગે છે અને એ આનંદ અનુભવે છે. કૂતરાની પાસે બેસીને એને પંપાળીને એની સાથે કાલી કાલી વાત કરે છે. કૂતરું પણ એવા મામસની સાથે હળી જાય છે. ત્યાં મનુષ્ય અને પ્રાણી વચ્ચે ભેદ પણ ઓગળી જાય છે. વસ્તુત: જ્યાં જીવન છે ત્યાં પ્રેમ છે, સભાવ છે, સહકાર છે, પરસ્પર સહાય કરવાની તથા ત્યાગની ભાવના છે. માણસ જ્યારે સમૂહમાં આવે છે અને એનામાં ધર્મ, વર્ણ, જાતિ, ભાષા વગેરેનાં વળગણો ચાલુ થાય છે ત્યારે એનામાં કુદરતી રીતે નિહિત રહેલા એવા પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી ૩૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428