Book Title: Samprat Samaj Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 403
________________ જેટલું ડહાપણ એ રાષ્ટ્રની પ્રજામાં આવતું નથી. ' છેલ્લા કેટલાક દાયકાઓથી વિશ્વના રાજકારણમાં સરકારને વગોવવા માટે હિંસાનો આશ્રય લેવાની એક જુદી પદ્ધતિએ ઘણું જોર પકડ્યું છે. જૂના વખતમાં કેટલાક લોકો રાજ સામે બહારવટે ચઢતા અને કેટલાક બહારવટિયાઓથી રાજાઓ પણ ત્રાસી જતા. આધુનિક શસ્ત્રો વિપુલ પ્રમાણમાં સુલભ બન્યાં પછી સરકાર સામે કે દુશ્મનના રાજ્ય સામે ગેરીલા પદ્ધતિએ યુદ્ધ કરવું એટલે કે અચાનક છાપો મારીને ભાગી જઈને સંતાઈ જવું એ પદ્ધતિ વધુ પ્રચલિત બની છે. એવી જ રીતે પોતાની સરકારને વગોવવા માટે શેરીઓમાં વિભિન્ન વર્ગો વચ્ચે હિંસક અર્થડામણો કરાવવી એ અસંતુષ્ટ રાજદ્વારી નેતાઓનું એક અપલક્ષણ ઉત્તરોત્તર વધતું ચાલ્યું છે. આ અનિષ્ટ ફક્ત ગુજરાત, મહારાષ્ટ્ર કે સમગ્ર ભારતમાં જ નહિ, પણ દુનિયાના ઘણા દેશોમાં ફેલાયું છે. સરકારને વગોવવા માટે વગર કારણે મોટી હડતાલો પડાવીને સરકારી તંત્રને ખોરવી નાખવાની વાત તો જાણે સમજ્યા, પણ રેલવે, બસવ્યવહાર, વિમાન વ્યવહારમાં ભાંગફોડ પ્રવૃત્તિ કરીને અનેક નિર્દોષ લોકોના જાન લઈને સરકારને વગોવવાનો દુષ્ટ પ્રયાસો રૂપી રાજકારણીઓની પાશવી અધમલીલા પણ ઉત્તરોત્તર વધતી ચાલી છે. કેટલાક રાજનેતાઓ કે ધર્મનેતાઓ પોતાના અંગત સ્વાર્થ સાધવા માટે જ નિર્ભયપણે આવાં તોફાનો ચગાવે છે અને જેમ જેમ વધારે જાનહાનિ અને નુકસાન થાય તેમ તેમ તેઓ વધારે રાજી થાય છે. આવા નેતાઓને લોકોના સુખકલ્યાણની કંઈ જ પડી હોતી નથી. પરંતુ પોતાનું સ્થાન, પોતાની સત્તા, પોતાની પ્રતિષ્ઠા, પ્રતિસ્પર્ધીને પરાજિત કરવાની ડંખીલી વૃત્તિ વગેરે જ એમાં ભાગ ભજવે છે. એવું કરનારા દરેક વખતે ફાવે છે જ એવું નથી. વખત જતાં લોકો પણ તેમને ઓળખી જાય છે, એમના આશયને પામી જાય છે અને ક્યારેક એવા નેતાઓને પ્રજા જ નીચે પછાડે છે. જૂના વખતમાં કેટલાંક રાજ્યોમાં રાજાનો ધર્મ, એ પ્રજાનો ધર્મ આપોઆપ બની જતો. રાજાના ધર્મ પરિવર્તનની સાથે પ્રજાનો મોટો વર્ગ પણ ધર્મપરિવર્તન કરી લેતો. ક્યારેક રાજસત્તા તરફથી પ્રજાને બળાત્કારે રાજાનો ધર્મ સ્વીકારવાની ફરજ પડતી. ક્યારેક પ્રજા પોતે ભય, લાચારી, સ્વાર્થ વગેરેને કારણે ધર્માતર કરીને રાજાનો ધર્મ સ્વીકારી લેતી. ક્યારેક પ્રજા હોંશે હોંશે પણ રાજાનો ધર્મ અપનાવે. હિન્દુ, જૈન, બૌદ્ધ કે ઇસ્લામ ધર્મી રાજાઓની પ્રજા ઉપર પડેલી અસરનાં પરિણામો ઇતિહાસકારોએ પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી ૯ ૩૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428