________________
પ્રમાણે સરહદ પરના લોકોમાં બંને ભાષા બોલનારા લોકો હોય છે. તેઓ સુખેથી જીવન વિતાવે છે. પરંતુ કોઈક આવીને ત્યાં ચિનગારી ચાંપી જાય છે તો ત્યાં વિના કારણે દાવાનળ ભભૂકી ઊઠે છે.
સોવિયેત યુનિયનના વિસર્જન પછી આર્મેનિયન, જ્યોર્જિયન, આજરબજાની, તુર્કમાન વગેરે પ્રજા વચ્ચે મોટા પાયા ઉપર અથડામણો થઈ અને હજારો માણસો મૃત્યુ પામ્યા. યુગોસ્લાવિયામાં બોસ્નિયન અને સર્બિયન લોકો વચ્ચેની અથડામણો પછી છૂટા પડ્યા છે. ઈરાન અને ઇરાક વચ્ચેનું શિયા અને સૂન્નીનું યુદ્ધ આઠ વર્ષ ચાલ્યું અને બેય પક્ષે લાખો માણસોની ખુવારી થઈ. બ્રિટિશ અને આયરિશ લોકો વચ્ચે દુશ્મનાવટનાં છમકલાં થાય છે. આફ્રિકામાં કાળા અને ગોરા લોકો વચ્ચેની અને કાળા અને ગોરા લોકો વચ્ચેની અને કાળા કાળા વચ્ચેની અથડામણો પણ ઘણા સમયથી ચાલ્યા કરે છે.
- દુનિયાની વસ્તી ઘણી વધી ગઈ છે. આંતરરાષ્ટ્રિય વ્યવહાર પણ ઘણો વધી ગયો છે. એટલે હવે દુનિયાનો કોઈ પણ દેશ પોતાની સરહદોનાં બારણાં બંધ રાખીને એકલો જીવી શકે તેમ નથી. બીજા શક્તિશાળી દેશો તેને જીવવા દે તેમ પણ નથી. આથી જ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રિય સ્તરની વિવિધ સમસ્યાઓ ઊભી થઈ છે. ઘાતક શસ્ત્રોના સતત ઉત્પાદન અને વેચાણ-વિતરણને કારણે આવી સમસ્યાને વધુ વેગ મળે છે. પડોશી દેશ સળગતો રહે એ પોતાના દેશના અને પોતાની સત્તાના હિતમાં છે એવી અધમ મનોવૃત્તિ દુનિયાભરના રાજકારણમાં વધતી ચાલી છે. એમ કરવા માટે શસ્ત્રો અને ભાડૂતી માણસોને બીજા દેશમાં ઘુસાડવા અને હુલ્લોડ મચાવવા માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે. મોટી નાણાંકીય સહાય ખાનગી રીતે અમુક વર્ગને કરીને સમૃદ્ધ દેશો બીજા દેશોમાં આંતરવિગ્રહ જેવી કટોકટી સર્જે છે. દુનિયામાં રાષ્ટ્રો વચ્ચેની આર્થિક અસમાનતાને કારણે તથા પોતાના રાષ્ટ્રના અર્થતંત્રને જાળવી રાખવા માટે બીજા રાષ્ટ્રના અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું આવશ્યક બની જાય છે. એવે વખતે ગુપ્ત રીતે બીજાં રાષ્ટ્રોની આર્થિક પાયમાલીનાં નિમિત્તો ઊભાં કરવાં એ કેટલાંક સમૃદ્ધ રાષ્ટ્રોનું સ્થાપિત હિત હોય છે. આવાં રાષ્ટ્રો બીજાં રાષ્ટ્રોમાં એટલા માટે હિંસાત્મક રમખાણો અને માલમિલક્ત, વેપાર-ઉદ્યોગને જબરું નુકસાન પહોંચે એવી તરકીબો પણ ગુપ્ત રીતે પોતાના એજન્ટો દ્વારા કરતા હોય છે. દુનિયાનું આ એક મોટું અનિષ્ટ દિવસે દિવસે વ્યાપક થતું ચાલ્યું છે. જે રાષ્ટ્રમાં આવી અથડામણો અને ભાંગફોડ થાય છે તે રાષ્ટ્રની વિકાસગતિ
૩૫૪ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org