________________
પ્રતિભા જેમ જેમ ખીલે તેમ તેમ તેનું કાર્યક્ષેત્ર વિસ્તરતું જાય છે. એવી શક્તિસંપન્ન તેજસ્વી વ્યક્તિને લોકો મોટાં કાર્યક્ષેત્રોમાં લઈ જઈને સત્તાના ઉચ્ચ સ્થાને બેસાડે છે. જેમ સત્તાનું સ્થાન મોટું તેમ તેના ઉપર આવેલા માણસની પ્રસિદ્ધિ મોટી. કેટલીક વાર પદ દ્વારા વ્યક્તિ શોભે છે. કેટલીક વાર વ્યક્તિ દ્વારા પદ શોભે છે અને કેટલીક વાર વ્યક્તિ અને પદ અન્યોન્યને શોભાવે છે. જ્યારે સમર્થ વ્યક્તિને એક અથવા અન્ય કારણે મોટું પદ મળતું નથી તો તેવી વ્યક્તિની પ્રસિદ્ધિ સીમિત બની રહે છે. અન્ય પક્ષે, ખોટી વ્યક્તિને મોટું પદ મળી જાય તો તે અચાનક ખ્યાતનામ બની જાય છે, પછી ભલે પાછળથી તે નિષ્ફળ નીવડે.
આધુનિક સમય લોકમાધ્યમો દ્વારા પ્રચારનો છે. આપણા દેશમાં નગરકક્ષાએ, રાજ્યકક્ષાએ અને કેન્દ્રકકક્ષાએ સત્તાનાં અનેક સ્થાનો છે. કોઈ વ્યક્તિ કોઈ એક રાજ્યના શહેરની નગરપાલિકામાં સારું કામ કરતી હોય તે વ્યક્તિને અચાનક જો રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળી જાય છે તો તે રાતોરાત આખા રાજ્યમાં સુપ્રસિદ્ધ બની જાય છે. તેવી રીતે કેન્દ્રના પ્રધાનમંડળમાં સ્થાન મળતાં આખા દેશના નેતા તરીકે સ્વીકારાઈ જાય છે. ચૂંટણીમાં જે જીતી જાય છે અને પ્રધાનમંડળમાં જેને સ્થાન મળે છે તેવી વ્યક્તિ લોકોને બહુ મોટી લાગવા માંડે છે. વસ્તુત: એના કરતાં ઘણી વધુ સમર્થ અને વધુ તેજસ્વી વ્યક્તિઓ તે જ નગરમાં કે તે જ રાજ્યમાં હોય છે; પણ જેને પદ મેળવવાની તક મળે છે તે વ્યક્તિ અચાનક લોકોના આદરને પાત્ર બની જાય છે.
આમ પણ ભારતમાં સત્તાધારી વ્યક્તિઓ તરફ લોકોનું ઘેલછાભર્યું આકર્ષણ બહુ રહ્યા કર્યું છે. સત્તાધારી વ્યક્તિના સંપર્ક માટે કેટલાક સાધુસંતોમાં પણ ઘણી મોટી લાલસા રહેલી હોય છે. કેટલાક સાધુ-સંતો પ્રધાનો સાથે ફોટા પડાવી બહુ રાજી થઈ જાય છે એ દુઃખની વાત છે. પ્રસિદ્ધિ એ પણ એક પ્રકારનો નશો છે. તે જીરવવો એ સહેલી વાત નથી. સાધુસંતો પણ તેમાં અપવાદરૂપ નથી.
સત્તાસ્થાનો ઓછાં હોય અને તે મેળવવાની દોડમાં અનેક વ્યક્તિઓ પડેલી હોય ત્યારે તે મેળવવા માટે સ્પર્ધા થાય છે. તે માટે અનેક વ્યક્તિઓ કુટિલ રીતિનીતિ અપનાવે છે, મોટા માણસોની પગચંપી ચાલુ કરે છે, પક્ષો બદલે છે, કાવાદાવા કરે છે, જૂઠાણાં ફેલાવે છે. એવી રીતે ફાવી ગયેલી ઘણી વ્યક્તિઓ કશુંય કામ કર્યા વગર માત્ર સત્તાસ્થાન ભોગવે છે. ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા બધા જ સભ્યો રાજ્યના કારભારની
વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ જ ૩૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org