________________
લોકોમાં સાચી સમજદારીનો અભાવ છે, ઘણા બધા લોકો ગરીબ કે બેકાર છે; ભારતમાં ઘણી બધી ભાષાઓ છે અને ઘણા બધા ધર્મો છે. એને કારણે ભારતમાં એક સમર્થ વિરોધ પક્ષ હોવાને બદલે નાના નાના ઘણા બધા પક્ષો રાજકીય અને રાષ્ટ્રીય સ્તરે રહ્યા કર્યા છે. એથી આટલી મોટી લોકશાહી હોવા છતાં ભારતમાં લોકશાહી તંત્ર જેટલું સંતોષકારક રીતે ચાલવું જોઈએ તેટલું ચાલતું નથી. ભારતના લોકતંત્રમાં અસ્થિરતા અને અરાજકતાનો પાર નથી. ભારતની લોકશાહી એને પોષાય તે કરતાં ઘણી વધુ ખર્ચાળ નીવડી છે. આ બધાનાં દુષ્પરિણામો વખતોવખત પ્રજાને ભોગવવાં પડે છે.
પક્ષ પ્રત્યેની વફાદારી અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી વચ્ચે સંઘર્ષ ન થાય એવું નથી. કેટલીક વાર રાજદ્વારી નેતાઓ પોતાના પક્ષ પ્રત્યે વફાદાર રહે છે, પરંતુ એ વફાદારી રાષ્ટ્રના હિતને પોષક ન હોય એવું બને છે. કેટલાક પક્ષના નેતાઓ સત્તા માટેની પોતાની આકાંક્ષા સિવાય બીજા કશાને વરેલા હોતા નથી. સત્તારૂઢ પક્ષનાં કાર્યોમાંથી દૂધના પોરા કાઢવા અને હોબાળો મચાવવો એ સિવાય એમનું વિશેષ લક્ષ હોતું નથી. પોતાની અંગત મહત્ત્વાકાંક્ષા માટે લોકોમાં ભાગલા પડાવવા કે દુશ્મનાવટ ઊભી કરવા તેઓ તૈયાર થઈ જાય છે. નિત્શેએ કહ્યું છે : ‘A politician divides
mankind into two classes: tools and enemies; that means he knows only one class. i. e. enemies.' આખા દેશનું ભાવિ જોખમાતું હોય તો પણ તેવું જોખમ ખેડવા સત્તાલાલચુ રાજદ્વારી પુરુષો તૈયાર થઈ જાય છે.
લોકશાહીમાં સારો, સાચો અને સંનિષ્ઠ પક્ષ તો તે જ છે કે જે પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે કે પોતાના નેતાઓની સત્તા માટેની મહત્ત્વાકાંક્ષાને સંતોષવા માટે રાષ્ટ્રના હિતને નુકસાન થાય એવું કોઈ કાર્ય કરવા ન દે. પરંતુ એમ થવું સરળ નથી, કારણ કે મનુષ્યની બુદ્ધિ એટલી ખીલેલી હોય છે કે પોતાનાં અપકૃત્યોને પણ રાષ્ટ્રના હિત માટે કરેલાં સત્કાર્યો તરીકે જોરશોરથી તે ખપાવી કે ઠસાવી શકે છે, પોતાનાં તમામ કર્યોને ન્યાયયુક્ત ઠરાવવાનો પ્રયાસ બધા જ પક્ષો કરી શકે છે. પરંતુ છેવટે તેનાં પરિણામો તેને જ ભોગવવાં પડે છે. એક ચિંતકે કહ્યું છે કે, 'All political parties parties die at last swallowing their own lies.'
ભારતની લોકશાહીનું એક સૌથી વરવું લક્ષણ તે હિંસાત્મક આંદોલન
૩૪૮ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org