________________
૪૪
પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી
અયોધ્યાની બાબરી મસ્જિદની ઘટનાને દેશ-વિદેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. આગ અને ખૂનના અનેક કિસ્સાઓ મુંબઈ, સુરત, અમદાવાદ અને બીજાં ઘણાં શહેરોમાં બન્યા. પાડે પાડા લડે અને ઝાડનો ખો થાય એના જેવી સ્થિતિ ભારતમાં રાજદ્વારી ક્ષેત્રે, ધર્મના ક્ષેત્રે સર્જાઈ.
અમુક વર્ગના લોકોની પ્રબળ ધર્મભાવનાના પરિણામ તરીકે એને ઘટાડવા કરતાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેના સત્તાસંઘર્ષનું જ એ સવિશેષ પરિણામ હતું એમ કહી શકાય. એક ધ્યેય હાંસલ કરવા માટે સેંકડો, હજારો નિર્દોષ લોકોના પ્રાણની અકારણ આહુતિ અપાઈ. ધર્મનો ઝંડો લઈને ફરનાર કેટલાક રાજદ્વારી પુરુષો હેયે તદ્દન નિષ્ફર હોય છે. નબળો સત્તાધારી પક્ષ હોય, નબળી મધ્યમ કક્ષાની ધૃષ્ટ નેતાગીરી હોય ત્યારે અહિંસક રીતે, પ્રેમભર્યા નિખાલસ વાતાવરણમાં પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. સંકુચિત, દુષ્ટ પરિબળો જોર પકડે છે, વ્યાપે છે અને પ્રજા લાચાર થઈને જોયા કરે છે. સામાજિક નેતાગીરી પણ એટલી નિર્બળ અને સ્વાર્થી હોય છે કે તે રાજદ્વારી નેતાગીરીની સાથે થવાની નૈતિક હિંમત ખોઈ બેસે છે અથવા તેનું કાંઈ ઊપજતું નથી.
જ્યારે માતૃભૂમિના હિત કરતાં પક્ષીય રાજકારણનો સ્વાર્થ ચડી જાય છે ત્યારે માતૃભૂમિને દેશભક્તિના નામે જ નુકસાન થાય છે. એક ચિંતકે કહ્યું છે કે :
પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી = ૩૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org