________________
ને કંઈક પ્રશ્નો તેઓ સળગાવતા જ રહે છે. પોતાને આજ્ઞાંક્તિ રહે ને પોતાની શોષણખોરીની નીતિને ફાવવા દે એવી નેતાગીરીને તે તે દેશોમાં સત્તા પર લાવવા માટે તેમની સતત ચાલબાજી રહ્યા કરે છે. વિશ્વશાંતિ અને વિશ્વસમૃદ્ધિ માટે યુનાઇટેડ નેશન્સ જેવી મહાન સંસ્થાની સ્થાપના થઈ, પરંતુ એના ઉપર પણ પોતાનું આધિપત્ય જમાવીને તથા વિશેષાધિકારો મેળવીને એ સંસ્થાને પણ તેઓએ માત્ર નામની, શોભાની બનાવી દીધી છે. વિશ્વની સમસ્યાઓ ઉકેલવામાં યુનાઈટેડ નેશન્સનો આરંભમાં જેટલો સક્રિય ફાળો રહ્યો હતો તેટલો હવે રહ્યો નથી.
સમગ્ર વિશ્વને તો એ જ નેતાઓ શાંતિમય અને સુખમય બનાવી શકે કે જેનાં હૈયે પોતાના રાષ્ટ્રના હિતના વિચારથી આગળ વધીને જગતના અન્ય દેશોના ગરીબ, દલિત, કચડાયેલા લોકોના કલ્યાણને માટે શુભ ચિંતા રહ્યા કરે. માનવ માત્ર પ્રત્યે અંતરમાં કરુણાના સાચા ભાવ વિના આવી ઉત્તમ નેતાગીરી જગતનાં રાષ્ટ્રોને સાંપડી ન શકે. ભાષાભેદ, રંગભેદ, સંસ્કારભેદ, વર્ગભેદ, પ્રકૃતિભેદ જેવા અનેક ભેદોથી જેઓ પ૨ થઈ ગયા હોય અને સમસ્ત માનવજાતના કલ્યાણનું અહોરાત્ર ચિંતન જેઓ કરતા હોય તેઓ જ આખા વિશ્વને કલ્યાણકારી નેતાગીરી આપી શકે. પરંતુ સત્તાનું ક્ષેત્ર જ એવું કુટિલ છે કે આવી સરળ, સંનિષ્ઠ નેતાગીરીને કોઈ ફાવવા ન દે. અન્ય પક્ષે જેમના હૈયે આવી કરુણા વસેલી છે તેઓ તો સત્તાથી દૂર રહેવા જ ઇચ્છે છે. આલબેર કેમૂએ કહ્યું છે, “Politics and the fate of mankind are shaped by men withot ideals and withourt greatness, Men who have greatness within them do not go in for politics.'
જગતના મહાન ધર્માચાર્યો માનવ-માનવ વચ્ચેની ભેદરેખાઓને ઓળંગી જઈને વિશ્વકલ્યાણનું સર્વોત્તમ કાર્ય કરી શકે છે. રાજ્યસત્તા કરતાં સાચી ધર્મસત્તા જ્યારે બળવાન બને છે ત્યારે આવો સુવર્ણયુગ વિશ્વમાં પ્રસરી રહે છે. પરંતુ વિશ્વનું સ્વરૂપ એવું છે કે આવો સુવર્ણયુગ જલદી આવતો નથી અને આવ્યા પછી કાયમને માટે ટકી શકતો નથી.
(સાંપ્રત સહચિંતન-૨)
૩૫૦ જ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org