________________
લોકશાહી એટલે બધું જ જાહેર એ સાચું અને જરૂરી પણ છે, પરંતુ લોકશાહીમાં પણ કેટલીક વસ્તુઓ ગુપ્ત રહે એ પ્રજાના હિતમાં છે. દેશના સંરક્ષણની દૃષ્ટિએ કેટલીક માહિતી રાષ્ટ્રની થોડીક વ્યક્તિઓની જાણમાં જ રહે એ અનિવાર્ય છે. પરંતુ છાપાંવાળાઓ મુલાકાતો લઈ-લઈને, તરેહતરોના પ્રશ્નો પૂછીને, લલચાવનારી દરખાસ્તો મૂકીને, રાજકારણમાં પડેલી વ્યક્તિ પાસે ન બોલવા જેવું બોલાવી દે છે. છાપાંઓમાં છાપે છે અને વાતને ચકડોળે ચડાવે છે. જેમ વ્યક્તિ ઉચ્ચ સ્થાને તેમ એના શબ્દોના પ્રત્યાઘાતો ઘણે દૂર સુધી પડે છે. એક શબ્દ આડોઅવળો બોલાયો તો રામાયણ થઈ જાય. ગાંધીજીએ તોળીતોલીને, માપીમાપીને શબ્દો બોલવાની કળા સારી રીતે સિદ્ધ કરી હતી. ચતુર અને પાકા અંગ્રેજો સાથે એમણે ક્યારેય એવી ગફલત કરી નહોતી. મિતભાષીપણું એ ઉચ્ચતમ નેતાઓનો સદ્દગુણ છે. વાતે વાતે પત્રકારો પાસે દોડી જવાની કે મુલાકાતો આપવાની નીતિ કોઈ પણ રાષ્ટ્રના સત્તાધારી મહાનુભવો માટે યોગ્ય ન ગણાય. માત્ર વિદેશના પત્રકારો જ નહિ, ખુદ ભારતના પણ કેટલાક પત્રકારો
સ્ટોરી' ચમકાવીને જશ ખાટી જવાના રસિયા હોય છે. એથી દેશને ભોગવવા પડતાં માઠાં પરિણામોની એમને પડી હોતી નથી.
દરેક વ્યક્તિમાં કેટલાક ઉત્તમ સગુણો અને કેટલાક સ્થૂલ કે સૂક્ષ્મ અવગુણો હોય છે. મનુષ્યની પ્રવૃત્તિઓ સામાન્ય રીતે સ્વાર્થમૂલક હોય છે. પોતે અને પોતાના કુટુંબના સભ્યોની સુખાકારી માટે કમાવાની પ્રવૃત્તિ એ તેની મુખ્ય પ્રવૃત્તિ બની રહે છે. પોતાનું ગુજરાન સારી રીતે ચાલી શકે એટલી કે એથી વધુ આજીવિકા અને સંપત્તિ હોય અને પોતાની પાસે ફુરસદનો સમય હોય ત્યારે એવી કેટલીક વ્યક્તિ સાચા દિલથી કે પ્રસિદ્ધિ વગેરેના આશયથી સમાજોપયોગી કાર્યો કરવા માટે નીકળે છે. કેટલીક વ્યક્તિઓ પોતાના અંગત સુખોના ભોગે પણ સમાજ કલ્યાણનાં કાર્યો કરવા કે રાજકારણમાં ભાગ લેવા નીકળી પડે છે. ક્યારેક લોકકલ્યાણની સાચી નિષ્ઠાભરી ભાવનાથી પ્રેરાઈને એવું કાર્ય તે કરે છે, તો ક્યારેક પોતાનો સમય પસાર કરવા માટે કે સેવાના બદલામાં યશ, સત્તા, મોટાઈ વગેરે મેળવવા માટે તે તેમાં જોડાય છે. ક્યારેક માત્ર પોતાના અહમને પોષવા માટે જ તે આવાં લોકકલ્યાણનાં કાર્યોની પ્રવૃત્તિ ઉપાડે છે. તેના હૈયામાં લોકકલ્યાણની જરાસરખી પણ ભાવના હોતી નથી. લોકોની દુઃખમય પરિસ્થિતિ નિહાળીને તેનું હૃદય કરુણાથી ક્યારેય આર્દ્ર બન્યું નથી હોતું. અન્ય લોકો માટેનું કામ કરતાં કરતાં માણસનાં શક્તિ, આવડત
૩૪૪ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org