Book Title: Samprat Samaj Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 391
________________ સ્થાને બિરાજેલા સત્તાધીશ મનુષ્યો હિંસક પ્રાણીઓ કરતાં પણ કેટલા બધા હિંસક બની શકે છે, માનવને બદલે દાનવ બની શકે છે તે આવી ઘટનાઓ પરથી દેખાઈ આવે છે. રાજકારણમાં વ્યક્તિ અને નેતાગીરી સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. સમર્થ, ઉદાત્ત, સાધુચરિત વ્યક્તિ રાજકારણમાં નીતિરીતિનાં ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કરી શકે છે અને વિશાળ માનવસમુદાયને પ્રજાકલ્યાણના સન્માર્ગે દોરી જઈ શકે છે. મહાત્મા ગાંધીજીએ એવું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. એવા મહાપુરુષો પોતાના પક્ષને સબળ બનાવે છે, રાષ્ટ્રહિતને અગ્રસ્થાન આપે છે અને સમસ્ત વિશ્વના કલ્યાણની ભાવનાને સર્વોપરી ગણે છે. વર્તમાન સમયમાં દુનિયાભરના ઘણા બધા દેશોમાં રાજકારણ ઘણી નિમ્ન કોટિએ પહોંચ્યું છે. સાધનશુદ્ધિની ભાવના ઓસરી ગઈ છે. સ્વાર્થ અને સત્તાલોલુપતા પ્રાધાન્ય ભોગવવા લાગ્યાં છે. સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, ધર્મ, સમાજસેવા ઇત્યાદિ જાહેર ક્ષેત્રોમાં પડેલી વ્યક્તિ કરતાં રાજકારણમાં પડેલી વ્યક્તિની તાસીર જ કંઈક જુદી હોય છે અથવા પાછળથી જુદી થઈ જાય છે. અન્ય ક્ષેત્રમાંથી રાજકારણમાં આવેલી વ્યક્તિઓની પ્રતિભા અને નીતિરીતિ પણ પલટાઈ જાય છે. જે ફરસને કહ્યું છે તેમ, “Whenenver a man has cast a longing eye on offices, a rottenness begins in his conduct.' અન્ય ક્ષેત્રો કરતાં રાજકારણમાં અસત્યનો આશ્રય વધુ લેવાય છે. સત્યનિષ્ઠ, પ્રામાણિક માણસોને સજકારણમાંથી પીછેહઠ કરવી પડે છે. એવા સાચા માણસોને બીજાં કુટિલ તત્ત્વો ફાવવા દેતાં નથી. તેવા માણસો છેવટે કંટાળીને, થાકીને, નિર્વેદ પામીને રાજકારણમાંથી નીકળી જાય છે. અસત્યની સાથે નિંદાનું તત્ત્વ પણ ઘટનાઓને વિચિત્ર વળાંક આપવામાં મહત્ત્વનું કામ કરી જાય છે. સાચી-ખોટી અફવાઓ લોકોને અને નેતાઓને ભ્રમિત કરી નાખે છે. એમાં અખબારો અને અન્ય માધ્યમો પણ પાછાં પડે એવાં નથી. પ્રેમ અને સુમેળથી કામ કરતાં સર્વોચ્ચ સત્તાધીશો વચ્ચે અણબનાવ કરાવવા માટે સ્વપક્ષના કે વિરોધ પક્ષના માણસો પણ ખોટી નિંદાકુથલી ઊભી કરીને ફાટફૂટ પડાવે છે, રાજી થાય છે અને તકનો લાભ લેવા મથામણ કરે છે. વ્યક્તિ કરતાં પક્ષનું હિત મહત્ત્વનું છે, પરંતુ આવા લોકો પોતાના સત્તાસ્વાર્થ માટે પક્ષમાં પણ ભંગાણ પડાવે છે. Rule કરવા ન મળે તો Ruin કરવા તેઓ તૈયાર જ હોય છે. વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ * ૩૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428