________________
અનિવાર્ય નથી. ગાંધીજી, વિનોબા, જયપ્રકાશ, રવિશંકર મહારાજ વગેરે એના જ્વલંત ઉદાહરણ છે. એટલે દેશનેતાઓએ પ્રજાકલ્યાણની સાચી ભાવનાથી કાર્ય કરવું જોઈએ. વયોવૃદ્ધ રાજદ્વારી નેતાઓએ સત્તાસ્થાનેથી દૂર રહી, કોઈ સંસ્થા દ્વારા કે વૈયક્તિક ધોરણે લોકકલ્યાણનાં કાર્યો પાછળ પોતાની શક્તિ વિશેષણપણે ખર્ચવી જોઈએ. રાજકારણમાં યુવાનોને વહેલું અને વધુ સ્થાન મળે એ જરૂરી છે. યુવાનોએ પણ વયોવૃદ્ધ નેતાઓને ન ધિક્કારતાં વારંવાર તેમની સલાહ અને માર્ગદર્શન માટે જવું જોઈએ. યૌવનનાં ફુર્તિ, ઉત્સાહ, તરવરાટ, તમન્ના વગેરેની સાથે વૃદ્ધોના અનુભવ, ડહાપણ અને સ્વસ્થતાનો જો સમન્વય થાય તો પરસ્પર પ્રેમભર્યા સહકાર દ્વારા ઘણું સિદ્ધ કરી શકાય.
(સાંપ્રત સહચિંતન-૨)
રાજકારણમાં નિવૃત્તિ જ ૩૪૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org