________________
૪૩. વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ
છેલ્લાં પચાસ વર્ષમાં સમગ્ર દુનિયાના રાજકારણે કંઈક નવાં જ પરિણામ ધારણ કર્યા છે. કોઈ પણ દેશ કે રાષ્ટ્ર ધારે તો પણ આખી દુનિયાથી હવે તદ્દન અલિપ્ત રહી શકે તેમ નથી. ઝડપી વિમાનવ્યવહારને લીધે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે લોકોની હેરફેર બહુ વધી ગઈ છે અને ટી. વી ના માધ્યમે આખા વિશ્વના સમાચાર તરત ઘરઆંગણે આપવાનું ચાલુ કર્યું છે. એથી વર્તમાન રાજકારણે નવું જ સ્વરૂપ ધારણ કર્યું છે. અને તેમાં કોઈ પણ રાજદ્વારી નેતા પોતાના વ્યક્તિગત હિતના વિચારમાંથી પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વના હિતના વિચાર સુધી કેટલો સચ્ચાઈપૂર્વક પહોંચી શકે છે તે પ્રમાણે તેની ઉચ્ચતાની ગણના થઈ શકે છે.
રાજદ્વારી ક્ષેત્રે સત્તાધારી કે સત્તાકાંક્ષી સમર્થ વ્યક્તિઓ સત્તા માટેની પોતાની લાલસા માટે ભયંકર ઘોર પાપો કરતાં જરા પણ અચકાતી નથી એ વર્તમાન જગત માટે મોટી દુ:ખદ પરિસ્થિતિ છે.
પક્ષીય રાજકારણમાં દુનિયાના કેટલાય રાજદ્વારી પક્ષો ગુપ્ત રીતે મોટાં હિંસાત્મક આંદોલનો જગાવે છે. પોતાના દેશના હિતને ખાતર વિશ્વની સમતુલા ખોરવવા માટે મોટાં રાષ્ટ્રો કેવા કેવા દાવપેચ ખેલે છે એનો
જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે જાણે લાગે છે કે આ બધા સત્તાધીશોને મન મનુષ્ય એટલે માત્ર જંતુ કે રમતનું પ્યાદું છે. “પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે કેટલાક માણસોનો ભોગ લેવાઈ જાય તો તેથી થઈ શું ગયું ?' - એવી નિર્દય વિચારણા વિશ્વના રાજકારણમાં વધતી જાય છે. ઉચ્ચતર
૩૪૨ ઝક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org