Book Title: Samprat Samaj Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 379
________________ આપી શકે છે. વળી વિવિધ ક્ષેત્રનાં સર્વોચ્ચ સત્તાસ્થાનોમાં રાજદ્વારી ક્ષેત્રનું સર્વોચ્ચ સત્તાસ્થાન વધુ આકર્ષણ જન્માવનારું હોય છે, કારણ કે તેમાં માનપાન, અખબારો અને ટી. વી.માં પ્રસિદ્ધિ, ભૌતિક સુખ અને સગવડ, નાણાં, ભપકો, હજુરિયાઓનાં ટોળાં, ધાર્યું કરાવવાની સત્તા વગેરે હોય છે. જે રાજ્યમાં પ્રજા ગરીબ હોય તે રાજ્યના રાજા, સરમુખત્યાર કે ચૂંટાયેલા પ્રતિનિધિરૂપ પ્રધાનને ગરીબ લોકો ઘણા જ અહોભાવથી જોતા હોય છે. એક તરફ સાધારણ પ્રજા અને બીજી ત૨ફ રાજા અથવા પ્રમુખ કે વડા પ્રધાન એ બે વચ્ચે ઘણું મોટું અંતર હોય છે અને એ અંતર જેટલું મોટું તેટલો વધુ અહોભાવ પ્રજાને સત્તાધીશ પ્રત્યે રહે છે. સત્તાધીશ વ્યક્તિ જે સત્તા ભોગવે છે, રહેણીકરણીમાં જે બાદશાહી ઠાઠ ભોગવે છે, રાજમહેલો કે મોટાં આવાસસ્થાનો, વાહનોના કાફલા, વિમાનોમાં દેશવિદેશમાં ઉડાઉડ, નોકરચાકરના સમુદાય, પડ્યો બોલ ઝીલનારા મંત્રીઓ અને અમલદારો, ભોગવિલાસનાં સાધનો વગેરે પૃથકજનને તો કૌતુકમય, મેળવવાયોગ્ય પરંતુ સ્વપ્ન સમાન લાગે છે અને તેથી સામાન્ય લોકોનો સત્તાધીશો પ્રત્યેનો અહોભાવ વધી જાય છે. ગરીબ દેશોમાં આવા સત્તાધીશો પાસે સત્તાના બળે તથા ઘણી મોટી આર્થિક સત્તાને કારણે કેટલાય લોકોનાં ભાગ્ય પલટી નાખવાની શક્તિ રહેલી હોય છે. આથી તેવા સત્તાધીશો લોકજીવનમાં મહત્ત્વનું સ્થાન ભોગવે છે. તે દેશના શ્રીમંતો પણ પોતાની શ્રીમંતાઈ વધારવા, પોતાનું આર્થિક સામ્રાજ્ય વધારવા સત્તાધીશોને મોં-માંગ્યાં નાણાં આપવા તૈયાર હોય છે. કેટલાંક ક્ષેત્રમાં કોઈ એક વ્યક્તિ એક સમયે નિર્વિવાદપણે સર્વોચ્ચ સ્થાને સૌના પ્રેમ અને આગ્રહથી બિરાજે છે, પરંતુ થોડાંક વર્ષો પસાર થતાં નીચેનાં માણસો પુખ્ત અને અનુભવી થાય છે, વિશેષ લાયકાત પ્રાપ્ત કરે છે અને તે પદ માટેની આકાંક્ષા સેવવા લાગે છે. એક સમયની સર્વને આદરણીય એવી વ્યક્તિની પછીથી ત્રુટિઓ શોધાય છે, ટીકાઓ થાય છે, ખોટા આક્ષેપો અને નિંદાની પ્રવૃત્તિ ચાલે છે અને એને પાડવાનો કે કાઢવાનો પ્રયત્ન શરૂ થઈ જાય છે. રાજકારણમાં આવું વિશેષ બને છે. કેટલાક સાચા સંનિષ્ઠ નેતાઓને પોતાના રાષ્ટ્રમાં સત્તાના સર્વોચ્ચ સ્થાને જીવનના અંત સુધી બિરાજવાનું સદ્ભાગ્ય સાંપડે છે અને તોપોની સલામી સાથે જગતમાંથી તે વિદાય લે છે. પોતાની સુપાત્રતાથી જ એ પદ ઉપર તેઓ કાયમ રહે છે અને એમના અવસાન પછી પણ વર્ષો રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા * ૩૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428