________________
થવાની લાયકાત મેળવવા લાગે તે વ્યક્તિને અચાનક પદભ્રષ્ટ કરવી જોઈએ કે જેથી આમપ્રજાનો તેની પ્રત્યેનો અહોભાવ ઘટી જાય અને તેને ફરીથી ઊંચું સ્થાન પ્રાપ્ત કરતાં વર્ષો નીકળી જાય. રાજસી કે તામસી નેતાગીરી એવા પ્રકારની હોય છે. પોતાની આસપાસના માણસો પ્રજાને હંમેશાં પોતાના કરતાં વામણા લાગવા જોઈએ. વધુમાં વધુ તેઓ પોતાના ખભા સુધી આવી શકે. એથી ઊંચે જો તેઓ પોતાનું માથું કાઢે તો તે માથું વાઢી નાખવું જોઈએ કે જેથી ફરીથી તે ક્યારેય ઊંચે આવી શકે નહિ. દુનિયાના ઘણા દેશોમાં સત્તાધીશોએ આવી નીતિ અપનાવેલી છે.
રાજકારણમાં મહત્ત્વાકાંક્ષાને લીધે સંબંધો ઘડીકમાં ગાઢ થાય છે અને ઘડીકમાં બગડી જાય છે. સમાન કક્ષાની રાજદ્વારી વ્યક્તિઓ વચ્ચે જીવનપર્યત નેહભર્યા, મૃદુતાભર્યા પ્રગાઢ સંબંધો રહ્યા હોય એવું ભાગ્યે જ બને છે. બોલાયેલું એકાદ કટુ વચન પણ બે વ્યક્તિઓ વચ્ચે અચાનક દુશમનાવટ ઊભી કરી નાખે છે. જેની વચ્ચે સારું બનતું હોય તે તોડાવી નાખવા માટે પ્રતિસ્પર્ધીઓ નિંદા અને જુઠ્ઠાણાનું મોટું ચક્ર ચલાવતા હોય છે અને વહેમી તથા કાચા કાનના માણસો તે સાચું માનીને ગમે તેવા ગાઢ સંબંધોને તોડી નાખવા તત્પર બને છે. રાજકારણનું ક્ષેત્ર એવું છે કે જેમાં ઉપકારીના ઉપકારનું બહુ મહત્ત્વ રહેતું નથી. કૃતજ્ઞતા કરતાં કૃતજ્ઞતાનું વલણ રાજકારણીઓમાં વિશેષ જોવા મળે છે. જેણે Lift આપી હોય તેને overtake કરી લેવો એ પ્રકારની ઘટના જેટલી રાજકારણમાં જોવા મળશે તેટલી અન્ય ક્ષેત્રમાં જોવા નહિ મળે.
રાજકારણમાં મહત્ત્વનું પદ પ્રાપ્ત કરવાની એષણા હોય તો વ્યવહારુ, ડહાપણ એમ કહે છે કે તે એષણા વહેલી તકે સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરી દેવી. છાશ લેવા જવું અને દોણી સંતાડવી એવી રીત અપનાવનાર રાજકારણમાં પાછળ પડી જાય છે. સત્તાસ્થાન માટે પોતાનો દાવો સાચો હોય કે ખોટો હોય તો પણ તે જાહેરમાં સવેળા સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરી લેવો જોઈએ જેથી પછીની વ્યક્તિઓ એવો દાવો કરે તો પણ તેનું મહત્ત્વ ઘટાડી શકાય. અલબત્ત આમ કરવામાં રાજદ્વારી વ્યક્તિએ લજ્જારહિત, સંકોચરહિત, વિનયરહિત બનવું પડે છે. ક્યારેક તો નિર્લજ્જતાની હદ સુધી તેને જવું પડે છે. આથી જ રાજકારણમાં સાત્વિક ગુણોના ઉપાસકો કરતાં રાજસી કે તામસી ગુણ-લક્ષણોવાળાં માણસો વધુ હોય છે અને તેઓ વધુ ફાવી શકે છે. રાજકારણમાં સત્તાનું મહત્ત્વ ઘણું મોટું છે. જેના હાથમાં લાકડી તેની
રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા - ૩૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org