________________
ભેંશ એવું રાજકારણમાં વધુ જોવા મળશે. એક વખત સત્તાસ્થાન મળ્યું એટલે એ દ્વારા પ્રતિસ્પર્ધીઓને સતાવવાનું, કેદમાં પૂરવાનું કે સાચા-ખોટા આક્ષેપો મૂકીને મૃત્યુદંડની સજા ફરમાવવાનું સરળ બની જાય છે. પ્રચાર માધ્યમો પણ તેના હાથમાં હોય છે, એટલે પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું પણ સહેલું બને છે. ઘણા ખરા રાજદ્વારી નેતાઓ સત્તાસ્થાને આવ્યા પછી વેર લેવાનું ચૂકતા નથી. વૈરવૃત્તિ અને વૈરતૃપ્તિ એ રાજદ્વારી મહત્ત્વાકાંક્ષાનું એક વરવું લક્ષણ છે.
રાજકારણની એક કુટિલ નીતિ એ છે કે પ્રતિસ્પર્ધીનો શામ, દામ, ભેદ અને દંડથી જે રીતે થાય તે રીતે પરાભવ કરવો અને જરૂર જણાય તો તેનો કાંટો પણ કાઢી નાખવો. આથી સત્તાના દાવપેચમાં પોતાના પ્રતિસ્પર્ધીને સિફતથી મારી નાખવો કે મરાવી નાખવો એ એક મોટી નીતિ રહી છે. ઘાતક શસ્ત્રોની સુલભતાને કારણે આવી કુટિલ નીતિનો પ્રચાર વધ્યો છે અને રાજદ્વારી ખૂનો વધ્યાં છે. લેનિન પછી સત્તાસ્થાને આવેલ ટેલિને પોતાની એકહથ્થુ સત્તા ટકાવી રાખવા માટે ટોટ્રસ્કીને તો વિદેશમાં મરાવી નાખ્યો હતો, પણ તે ઉપરાંત રશિયામાં પોતાની જરા સરખી પણ ટીકા કરનાર એવા હજારો માણસોને મૃત્યુના મુખમાં ધકેલી દીધા હતા. રાજદ્વારી ક્ષેત્રે છેલ્લા કેટલાક દાયકામાં રાજનેતાઓને મરાવી નાખવાના પ્રસંગો દુનિયાભરમાં વધતા ચાલ્યા છે. પોતાના દેશમાં પોતાના જ પ્રતિસ્પર્ધીઓને મરાવી નાખવાની વાત તો હવે જૂની થઈ, પરંતુ પાડોશી રાજ્યો કે દૂરનાં રાજ્યોમાં પોતાની ઇચ્છા અનુસાર વ્યક્તિ સત્તા પર આવે અને અન્ય વ્યક્તિ ન આવે તે માટે કેટલાંક બળવાન મોટાં રાષ્ટ્રોએ બીજા રાષ્ટ્રના કેટલાયે નેતાઓને ગુપ્ત એજન્ટો દ્વારા મરાવી નાખ્યા છે.
કેટલાક તેજસ્વી માણસો એક પદને લાંબા સમય સુધી ભોગવે છે, પરંતુ ત્યાર પછી પોતાનાં મૃત્યુ બાદ કે નિવૃત્તિ બાદ એ પદ પ્રતિસ્પર્ધીઓના હાથમાં ન જાય એ માટે પણ બહુ સાવધ રહે છે અને તે માટે પોતાની સત્તાનો ઉપયોગ કરી ખટપટ પણ કરે છે. વેપાર ઉદ્યોગ, શિક્ષણ વગેરે કેટલાંક ક્ષેત્રોમાં પોતાનું મહત્ત્વનું સ્થાન પોતાના સંતાનને જ અપાવવા માટે સમર્થ માણસોએ પણ પ્રયત્નો કર્યા હોય એવું જોવા મળશે. કેટલેક સ્થળે તેમ થવું સ્વાભાવિક પણ છે. પરંતુ રાજકારણમાં અને અન્ય ક્ષેત્રોમાં પણ પોતાના પછી પોતાના સંતાનને પોતાનું પદ અપાવવા માટે બીજી લાયક વ્યક્તિઓને અન્યાય કરીને પણ અપાવવા માટે પ્રયત્નો થયા છે. કેટલાક નિ:સંતાન સત્તાધીશોએ પણ પોતાના અવસાન પછી અમુક જ
૩૩૪ - સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org