________________
છે. એટલા માટે લશ્કરમાં ભરતી થયેલા યુવાનો પોતાની રેન્જ પ્રમાણે ૪૨ની ઉંમર આસપાસ નિવૃત્ત થઈ જતા હોય છે. જેમને યુદ્ધમોરચે લડવાનું નથી હોતું એવો ઊંચો હોદો ધરાવતા ઑફિસરો પણ લગભગ પચાસની ઉમરે નિવૃત્ત થતા હોય છે. ૪પની ઉંમર પછી યુદ્ધમોરચે લડવાની દૃષ્ટિએ માણસની શારીરિક તાકાત ઘટે છે, તે દુનિયાના તમામ લશ્કરી નિષ્ણાતોનો સર્વસ્વીકૃત અભિપ્રાય છે.
જેમ ઉમર વધે તેમ ડહાપણ અને અનુભવ વધે. એટલે જે વ્યવસાયોમાં માણસને એક જ સ્થળે શાંતિથી બેસીને કામ કરવાનું હોય ત્યાં માણસ ૭૦-૮૦ની ઉંમર સુધી પણ સારું કામ કરી શકે. વકીલો, દાક્તરો, અધ્યાપકો, અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો વગેરેનાં ક્ષેત્રોમાં માણસની તેજસ્વિતાની સાથે અનુભવ-સમૃદ્ધિ ભળતાં મોટી ઉંમરે તેઓની કામગીરી દીપી ઊઠે છે.
દુનિયાના બીજા કેટલાક દેશો કરતાં ભારતની પરિસ્થિતિ જુદી છે. ભારતમાં વસતિ ઘણી વધારે છે, અને આર્થિક પછાતપણું પણ ઘણું છે. એટલે રાજદ્વારી ક્ષેત્રે સત્તાકાંક્ષી ઉમેદવારો ઘણા હોય છે, કારણ કે સરેરાશ ભારતીય નાગરિકની મીટ પોતાના તારણહાર રાજદ્વારી નેતા ઉપર મંડાયેલી રહે છે. આથી જ ભારતના રાજદ્વારી નેતાઓને છાપાંઓમાં ઘણી પ્રસિદ્ધિ મળે છે. પ્રજા પણ એટલા માટે રાજકારણમાં વધુ રસ લે છે. અમેરિકા રશિયા, ચીન, સ્વિઝરલેન્ડ જેવા દેશોમાં સરેરાશ નાગરિક રાજકારણમાં જેટલો રસ લે છે તેનાથી ભારતનો સરેરાશ નાગરિક ઘણો વધુ રસ લે છે. સમૃદ્ધ દેશોમાં પ્રજાના આર્થિક પ્રશ્નો બહુ મોટા હોતા નથી, પ્રજા ખાધેપીધે સુખી હોય છે અને રહેવા માટે સારું ઘર હોય છે. જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાયેલી હોય છે એટલે રાજકારણમાં રસ લેવાની વૃત્તિ એકંદરે ઓછી હોય છે. ભારતનો નાગરિક રાજકારણમાં રસ લે છે કારણ કે એને આવતી કાલની ચિંતા છે. સત્તા પર આવેલી વ્યક્તિ તેને માટે શું કરી શકશે તે માટે તે આતુરતાથી રાહ જોઈને બેઠો હોય છે. તેને રાજકારણમાં રસ ન લેવો હોય તો પણ રાજદ્વારી ક્ષેત્રે પડેલી વ્યક્તિઓ તેને આશાનાં વચનો આપીને રસ લેતો કરે છે.
સક્રિય રાજકારણમાં પડેલા માણસ માટે તેમાંથી જલદી નિવૃત્ત થવું સરળ નથી. ભારત જેવા વિશાળ દેશમાં ગ્રામપંચાયતના પ્રમુખસ્થાનથી વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સુધીનાં ઘણાં બધાં સત્તાસ્થાનો હોવાથી, રાજકીય વ્યક્તિઓનો જલદી વાસના મોક્ષ થતો નથી. રાજકારણના પ્રવાહો વેગથી
૩૩૮ ૪ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org