________________
૪૨ રાજકારણમાં નિવૃત્તિ
લોકસભાની ચૂંટણીમાં પરાજિત થયેલા એક ઉમેદવાર જીતેલા વયોવૃદ્ધ નેતાઓ સામે પોતાનો રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “જ્યાં સુધી બુઢાઓ રાજકારણમાંથી નિવૃત્ત નહિ થાય ત્યાં સુધી દેશનો ઉદ્ધાર થવાનો નથી.”
રાજકારણમાં પણ નિવૃત્તિની વય બંધારણીય રીતે દાખલ થવી જોઈએ એવો કેટલાકનો અભિપ્રાય છે. મુખ્ય પ્રધાન કે વડા પ્રધાનના પદ ઉપર માણસે દસ વર્ષથી વધુ ન રહેવું જોઈએ એવું વલણ કેટલાક ધરાવે છે.
- સરકારી કે અર્ધસરકારી નોકરીમાં નિવૃત્તિની વય અઠ્ઠાવન કે સાઠ વર્ષની રાખવામાં આવી છે. એ નિયમ રાજકારણમાં પડેલાને પણ લાગુ પડવો જોઈએ, એવું કેટલાકને લાગે, તો બીજી બાજુ એ ઉંમર પછી જ ખરી રાજદ્વારી કારકિર્દી શરૂ થાય છે એવો પણ કેટલાકનો મત છે.
આપણી ભારતીય પરંપરામાં પચાસ વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ અને સાઠ વર્ષ પછી સંન્યાસનો ઉપદેશ અપાયો છે. જેમણે પોતાનું વ્યક્તિગત જીવન સારી રીતે જીવવું છે તેમના માટે આપણી પ્રાચીન વર્ણાશ્રમની પ્રથા આદર્શરૂપ છે. જીવનના બહોળા અનુભવો અને અવલોકનો પછી આવી વ્યવસ્થા વિચારાઈ છે, પરંતુ બહુ ઓછા લોકો આ નિયમને જીવનમાં ઉતારે છે.
પચાસ કે સાઠની ઉંમર પછી સામાન્ય રીતે માણસની ગ્રહણશક્તિ, વિચારશક્તિ, ચાતુર્ય, સ્મરણશક્તિ વગેરે ક્ષીણ થવા લાગે છે. શરીરમાં કોઈ રોગ ઉત્પન્ન ન થયો હોય તો પણ શારીરિક તાકાત ઘટવા લાગે
રાજકારણમાં નિવૃત્તિ એક ૩૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org