________________
કરવા યોગ્ય તેમને લાગે છે. પરંતુ એ માટે જરૂર રહે છે નાણાંની. ઝડપી, સુલમ વિમાન-વ્યવહારને કારણે હવે પોતાનું રાષ્ટ્ર છોડીને બીજા રાષ્ટ્રમાં ભાગી જવાનું સરળ બની ગયું છે એટલે દુનિયાભરના કેટલાયે રાજદ્વારી પુરુષોનાં ગુપ્ત અને ગેરકાયદે નાણાં સ્વિટઝરલેન્ડની કે બીજા દેશોની કેટલીક બૅન્કોમાં અથવા સગાંસંબંધીઓને ત્યાં જમા થાય છે. આવી રીતે જમા થયેલાં અઢળક નાણાં પોતાનું શેષ જીવન વિતાવવાને અને તક મળે તો ફરી પોતાના રાષ્ટ્રમાં સરકારને ઉથલાવી પાડીને સત્તાસ્થાને આવવા માટે ઉપયોગી થાય છે. પાકિસ્તાનના અયુબખાન, ઇરાનના શાહ, ફિલિપાઈન્સના માર્કોસ વગેરે એવા કેટલાયે દાખલાઓ નજીકના ભૂતકાળમાં જોવા મળ્યા છે.
રાજકારણમાં સક્રિયપણે ભાગ લેવા છતાં સત્તાના કોઈ પદની આંકાક્ષા ન રાખવી એ ઘણી દુર્લભ વાત છે. માણસનું અંતરંગ વ્યક્તિત્વ પવિત્ર, ન્યાયપ્રિય ને પરમાર્થની ભાવનાવાળું હોય તો જ તે આવા સત્તાસ્થાનોથી આકર્ષાય નહિ. હિન્દુસ્તાનના બે ભાગલા થયા તે વખતે મહમદઅલી ઝીણાએ પાકિસ્તાનનું પ્રમુખપદ સ્વીકાર્યું અને મહાત્મા ગાંધીજીએ કોઈ પણ કક્ષાનું કોઈ પણ પદ ન સ્વીકાર્યું એમાં એ બે વ્યક્તિઓની લૌકિક અને લોકોત્તર મહત્તા કેટલી છે તેનું માપ કાઢી શકાય છે. રાજકારણમાં પડવું એટલે કોઈ પણ પક્ષના સભ્ય થવું. સભ્ય થયા પછી પોતાના પક્ષની બધી નીતિરીતિનો સાચો ખોટો બચાવ કરવો પડે છે અને એ સ્વાભાવિક મનાય છે. પરંતુ જેઓ પક્ષપાતથી બચવા ઇચ્છે છે અને ન્યાયપૂર્ણ રહેવા ઇચ્છે છે તેઓ તો કોઈ પણ એક પક્ષમાં ન જોડાવું એને જ આદર્શરૂપ ગણે છે. મહાત્મા ગાંધીએ કોંગ્રેસ સંસ્થાના ચાર આનાના સભ્ય થવાનું પણ માંડી વાળ્યું હતું એ તેઓ પક્ષથી પર રહેવાની કેટલી પ્રબળ ભાવના ધરાવતા હતા એની પ્રતીતિ કરાવે છે.
ઇતિહાસ સત્તાસ્થાને ચડી બેઠેલા મહત્ત્વાકાંક્ષી સત્તાધીશોને જેટલા યાદ કરે છે તેના કરતાં મળતી સત્તાથી વિમુખ રહેનારા અને સાચા દિલથી લોકકલ્યાણનું કાર્ય કરનારા મહાત્માઓને વધુ આદરપૂર્વક યાદ કરે છે.
(અભિચિંતના)
૩૩૧ ઝક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org