________________
તેમ તે નાની દેખાવા લાગે. એ કુદરતનો ક્રમ છે. આથી જ ભવિષ્યના ઇતિહાસકારોને સમગ્ર પરિસ્થિતિને વાસ્તવિક સ્વરૂપમાં, તટસ્થતાથી, નિરપેક્ષ દૃષ્ટિથી તપાસતાં કેટલીક પોતાના સમયમાં મહાન લાગતી વ્યક્તિઓ એટલી મહાન લાગતી નથી. જવાહરલાલ નેહરુ આઝાદીની લડત વખતે કે વડાપ્રધાનના પદ પર હતા ત્યારે જેટલા મોટા લાગતા હતા તેટલા આજે કેટલાકને મોટા લાગતા નથી. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીના હિટલરને હંફાવનાર સ્ટેલિન માત્ર પોતાની ક્રૂર સત્તાથી જીવનના અંત સુધી સોવિયેટ યુનિયનના સર્વોચ્ચ પદે રહ્યા, પણ ગુજરી ગયા પછી એમનાં પૂતળાં ઊતરી ગયાં, એમની કબર ખોદીને ફેંકી દેવામાં આવી, સ્તાલિનગ્રાડ શહેરનું નામ પણ બદલાઈ ગયું. વ્યક્તિના ઉત્તરકાલીન મૂલ્યાંકનમાં કેટલાં બધાં કારણો ભાગ ભજવે છે ! કેટલાક મહાન ગણાતા નેતાઓ એક-બે સૈકા પછી લખાતા ઇતિહાસમાં નામનિર્દેશને પાત્ર પણ રહેતા નથી.
કેટલીક નેતાગીરી પોતાની દુષ્ટતાને કારણે જ આવું પરિણામ ભોગવે છે. તેમને નીચે ઉતારી દેવા માટે લોકો યોગ્ય સમય અને યોગ્ય તકની રાહ જ જોતા હોય છે. કેટલાક અધમ વૃત્તિના મહત્ત્વાકાંક્ષી નેતાઓ જેમની સહાયથી પોતે મોટા થયા હોય છે એવા પોતાના ઉપકારી નેતાઓને વટાવીને, પરાસ્ત કરીને પોતે આગળ નીકળી જવા ઇચ્છતા હોય છે. બ્રુટસ જેવા તેઓ નિર્લજ્જ બની, દગો કરીને મોટા નેતાનું પદ મેળવી લે છે. બીજી બાજુ કેટલાક નેતાઓ એવા સાવધ હોય છે કે પોતાના સ્વાર્થ ખાતર નાના નેતાને ઊંચા પદે બેસાડે છે, પરંતુ પોતાના ખભાથી ઊંચું માથું કરનારનું માથું વાઢી નાખતા હોય છે. પોતે પોતાની જ શક્તિથી આગળ વધ્યા છે એવું લોકોને ઠસાવવા કેટલાક કૃતની નેતાઓનો સંકલ્પ હોય છે કે ઉપકારીને પહેલાં મારો કે જેથી જાહેરમાં તેમના ઉપકારની વાત કોઈ માને નહિ, પરંતુ કુદરતમાં ન્યાય પ્રવર્તે છે અને આવા દરેક નેતાને એક નહિ તો અન્ય પ્રકારે તેનો હિસાબ ચૂકતે કરવો પડે છે. ઉદારચરિત, નિ:સ્પૃહ નેતાઓ તો પોતાના હાથ નીચે તૈયાર થયેલા નેતાઓ પોતાના કરતાં પણ વધુ સિદ્ધિપ્રસિદ્ધિ મેળવે તો તે જોઈને રાજી થતા હોય છે.
પરિવાર કે નાની સંસ્થા હોય તો કદાચ એક જ નેતા સમગ્ર જવાબદારી સારી રીતે વહન કરી શકે છે. પરંતુ ભૌગોલિક ક્ષેત્ર અને કાર્યક્ષેત્ર મોટાં થતાં એક કરતાં વધુ નેતાઓની જરૂર રહે. વય, અનુભવ, સમજશક્તિ, કાર્યદક્ષતા વગેરેને લક્ષમાં રાખી સમર્થ વડીલ નેતા બીજા
નેતાગીરી અને મોવડીમંડળ ૩૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org