________________
શક્યતા હોતી જ નથી. જ્યાં પ્રત્યેક પદ માટે બેચાર કે વધુ ઉમેદવારો ઊભા રહ્યા હોય ત્યાં કેટલીકવાર ચૂંટાયેલા પ્રતિનિધિ વીસ- પચીસ ટકા મતથી વધુ મત ધરાવતા નથી હોતા. આવા પ્રતિનિધિઓ બધાંનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકે ? પરંતુ બંધારણીય લોકશાહીની આ એક મોટી ત્રુટિ છે. આવા પ્રતિનિધિઓનું મોવડીમંડળ સત્તા ગ્રહણ કરી મનસ્વી રીતે કાર્ય કરે છે અને સભ્યોને કે પ્રજાને બીજી ચૂંટણી સુધી રાહ જોવી પડે છે.
પરંતુ આવાં મોવડીમંડળોમાં, પછી તે સંસ્થા કે પક્ષની કારોબારી સમિતિ હોય કે સરકારી પ્રધાનમંડળ હોય, જો સર્વોચ્ચ બેચાર વ્યક્તિઓ વચ્ચે પ્રેમ, સહકાર, ઉદારતા, સજાગતા વગેરે હોય તો લોકકલ્યાણનાં સંગીન કાર્યો સત્વરે થાય છે. પરંતુ તેઓની વચ્ચે વૈચારિક મતભેદ હોય, પરસ્પર દ્વેષભાવ કે અભિમાન હોય તો એકબીજાની વાતને તોડી પાડવાનું વલણ વધારે રહે છે. કેટલીક વાર સર્વોચ્ચ બે જ વ્યક્તિ વચ્ચેના અણબનાવને લીધે પક્ષમાં ભંગાણ પડે છે, સંસ્થાઓ તૂટે છે, દેશ પાયમાલ થાય છે. પોતાના ઉપર અનેક લોકોના ભાવિનો આધાર રહે છે, માટે સત્તાસ્થાને બેઠેલી વ્યક્તિને પદભ્રષ્ટ કરવા માટે પોતે દ્વેષથી પ્રેરાઈને પ્રયત્ન ન ક૨વો જોઈએ એટલી સૂઝ કે દૃષ્ટિ એમની પાસે હોતી નથી, તેઓ મોહાંધ બનીને પોતાના અને બીજાના નાશને નોતરે છે. અસંતુષ્ટ મહત્ત્વાકાંક્ષા અને પરાજયનો ડંખ સમર્થ નેતાઓને પણ ભાન ભુલાવી દે છે.
કેટલાંક મોવડી મંડળો પોતાના નેતાને નચાવતાં હોય છે, તો કેટલાક નેતાઓ પોતાના મોવડીમંડળના સભ્યોને અંદર અંદર કેમ રમાડવા કે અથડાવવા તેની કળા જાણતા હોય છે. કેટલાક નેતાઓ મોવડીમંડળના કેદી જેવા બની જાય છે. જ્યારે પોતે છૂટે છે ત્યારે લોકોમાં શું ચાલી રહ્યું છે તેની ખબર તેને પડે છે.
નાનાંમોટાં દરેક મોવડીમંડળમાં બેચાર એવી વ્યક્તિ હોવાની કે જે તેઓના સૂત્રધારની પ્રગતિ જોઈને રાજી ન થાય. તેજોદ્વેષને કારણે તેઓ મનમાં બળતા હોય છે. તક મળે ત્યારે પોતાના વિષનું વમન કરતા હોય છે. સૂત્રધાર નેતાની કંઈ ભૂલ થાય તો તેઓ હર્ષમાં આવી જાય છે. ટીકા, નિંદા કે અવળા પ્રચાર માટે તેઓ અસત્યનો આશ્રય લેતાં અચકાતા નથી. જૂઠાણાં હાંકી, કાન ભંભેરી બે મિત્રો વચ્ચેના મીઠા ગાઢ સંબંધોને તોડવાની પ્રસન્નતા અનુભવતા હોય છે. મોઢે પ્રસંસા અને પાછળ નિંદા એ એમનો સ્વભાવ થઈ ગયો હોય છે. મોવડીમંડળમાં સ્થાન પામેલા આવા નેતાઓ
નેતાગીરી અને મોવડીમંડળ * ૩૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org