________________
સર્પની જેમ કોને ક્યારે દંશ દેશે તે કહી શકાય નહિ. પરંતુ સમય જતાં બધા જ તેમને ઓળખી જાય છે. બીજાઓને માનસિક ત્રાસ આપનારા એવા “સિનિક' નેતાઓ પશ્ચાદું જીવનમાં પોતે જ માનસિક ગ્રંથિઓની યાતના ભોગવતા હોય છે.
સારા લોકપ્રિય નેતા બનવું, મોવડીમંડળમાં સ્થાન મેળવવું, સમય જતાં, મોવડીમંડળના સૂત્રધાર બનવું, લોકોના પ્રેમ અને આદર ઉભયને પાત્ર બનવું, પદ અને સત્તા વગર પ્રેમની સત્તા ભોગવવી અને ભાવિ ઇતિહાસકારોને પણ નોંધ લેવાનું અનિવાર્ય બની જાય એવું કાર્ય કરી જવું એવું સદ્ભાગ્ય વિરલ વ્યક્તિઓને સાંપડે છે.
ઉત્કૃષ્ટ નેતાગીરી એ કે જે સ્થળ અને કાળના પરિપ્રેક્ષ્ય કે પરિમાણને ભેદીને પણ ઝળહળ પ્રકાશ પાથર્યા કરે !
(અભિચિંતના)
૩૨૮ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org