________________
વાર આવે છે.
કેટલાક નેતાઓમાં પોતાની વિશેષ કોઈ લાયકાત હોતી નથી. કોઈની સાથે બગાડવું નહિ એ જ એમની મોટી લાયકાત હોય છે. એથી ક્યારેક બે મોટા નેતાઓની લડાઈમાં તેઓ ફાવી જાય છે. થોડો વખત ઊંચું સ્થાન ભોગવે છે; લાયકાત કરતાં નસીબના જોરે જ તેઓ મોટા થઇ ગયા હોય છે. પરંતુ સમય થતાં વળી તેઓ યથાસ્થાને બેસી જાય છે. એનો એમને અફસોસ પણ નથી હોતો. બલકે અલ્પકાળ માટે પણ મોટું સ્થાન મેળવીને આખી જિંદગી સુખદ સંસ્મરણો વાગોળવા માટેનું સારું નિમિત્ત તેઓ પામે
કેટલાક નેતાઓનો પોતાના ક્ષેત્રના લોકો સાથેનો સંપર્ક ઘણો જ ગાઢ હોય છે. તેઓ સમજદાર અને કાબેલ હોય છે. ઉચ્ચતર સ્થાન મળે તો તેઓ તેને શોભાવે એવા હોય છે. પરંતુ મોવડીમંડળ સાથેનો તેમનો સંપર્ક ઓછો હોય છે. ખુશામત કરવાનો તેમનો સ્વભાવ હોતો નથી. માગીમાગીને સ્થાન મેળવવાની વૃત્તિ તેમનામાં હોતી નથી. મોવડીમંડળમાં એમના કોઈ ગૉડફાધર હોતા નથી. એટલે તેવા નેતાઓનો વિકાસ ત્યાં જ અટકી જાય છે.
કેટલાક નેતાઓનો લોકસંપર્ક ખાસ હોતો નથી. આમજનતા માટે તેમને એટલી હમદર્દી પણ હોતી નથી. તેમનો પોતાનો ખાસ કોઈ નિપુણતાનો વિષય હોતો નથી. તેમનું ખાસ કોઈ કાર્યક્ષેત્ર પણ હોતું નથી. તેમ્ની લોકપ્રિયતાનો ખાસ કોઈ ભૌગોલિક વિસ્તાર પણ હોતો નથી, પરંતુ તેઓ ધનના જોરે નેતા બનવાની જબરી મહત્વાકાંક્ષાવાળા હોય છે. તેઓએ મોવડીમંડળના સદસ્યો સાથે સારો ઘરોબો કેળવ્યો હોય છે. તેમને ઘરે ઉતારવા, ખાસ પ્રસંગો ઊભા કરી નિમંત્રણો આપવાં, તેમને માટે મિજબાનીઓ ગોઠવવી, મોંઘી ભેટ-સોગાદો આપવી, હારતોરા પહેરાવવા અને ફોટા પડાવવા, ઍરપૉર્ટ ઉપર લેવા-મૂકવા માટે દોડાદોડ કરવી વગેરેમાં તેઓ ઘણા પ્રવીણ હોય છે. પત્રો, મુલાકાતો, સૂચનો, ફોન સંપર્ક, વગેરે નાનાં-મોટાં નિમિત્તો ઊભાં કરી મોવડીમંડળની સતત નજરમાં રહેવાનું તેમને સરસ આવડતું હોય છે. પોતાને પ્રધાનમંડળમાં, કમિટિઓમાં સ્થાન મળે, ચૂંટણીમાં ટિકિટ મળે તે માટે મિત્રો દ્વારા વખતોવખત સૂચનો કરતા રહે છે. જરૂર પડે તો શરમસંકોચ રાખ્યા વગર માગીને ઊભા રહે છે. આવી બધી રીતે તેઓ મોટા નેતા થવાનો પ્રયત્ન કરે છે. થોડો , સમય તેઓ ફાવી પણ જાય છે, પરંતુ આમપ્રજામાં તેમની કોઈ પ્રતિષ્ઠા
૩૨૨ ઝક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org