________________
દોરી જવાનાં ક્ષેત્રો જેમ જુદાં જુદાં હોય છે તેમ નેતાગીરીના પ્રકારો પણ જુદા જુદા હોય છે. કોઈ પણ વ્યક્તિની નેતાગીરીનો આધાર કેવા પ્રકારના લોકોને, કેટલો સમય, કેટલે સુધી તે દોરી જઈ શકે છે તેના ઉપર રહે છે. લશ્કરમાં સેનાધિપતિ માત્ર પોતાના હાથ નીચેના સૈનિકોને પોતે પદ ઉપર હોય ત્યાં સુધી, પોતાની આજ્ઞાથી દોરી જઈ શકે છે, યુદ્ધમોરચે મૃત્યુના મુખમાં ધકેલી શકે છે, પરંતુ પદ પરથી ઊતર્યા પછી તેના હુકમની તાકાત કશી રહેતી નથી. કોઈ ધર્માચાર્ય પોતાની આજ્ઞાવાણી નહિ પણ વત્સલ વાણીથી, પોતે જેમને જેમને ઓળખતા પણ ન હોય એવા અનેક લોકોને યોગ્ય માર્ગે જીવનપર્યત દોરી જઈ શકે છે.
કેટલાક નેતાઓનું નેતૃત્વ સ્થિર રહે છે, કેટલાકનું વર્ધમાન હોય છે, કેટલાકનું વર્ધમાન- હીયમાન થાય છે, કેટલાકનું વર્ધમાન-હીયમાનવર્ધમાન એમ ચાલ્યા કરે છે. ઉત્તમ નેતૃત્વ એ કે સતત વર્ધમાન રહ્યા કરે. કેટલાક નેતાઓએ પોતાની કારકિર્દીનો પ્રારંભ નાને પાયે કર્યો હોય છે, પરંતુ પ્રામાણિકતા, સંયમ, સાચી નિષ્ઠા, સેવાની ભાવના, બીજાઓ માટે કંઈક કરી છૂટવાની, ઘસાવાની તત્પરતા, સતત લોકસંપર્ક અને લોકસમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયાસ વગેરે ગુણ અને લક્ષણોને કારણે એમની કારકિર્દીનો પાયો મજબૂત થાય છે અને એમનામાં વધુ અને વધુ લોકોને વિશ્વાસ બેસતાં, બહોળા અનુયાયી વર્ગ સાથે એમનું નેતૃત્વ પણ વધતું જાય છે. કેટલાક આવા નેતાઓ સમયની ખેંચને કારણે, કૌટુંબિક જવાબદારીઓને કારણે, અંગત સમસ્યાઓને કારણે, કુટુંબીજનોના જાહે૨પ્રવૃત્તિ માટેના અસહકાર, અનાદર કે વિરોધને કારણે કે પોતાની અસ્વસ્થ તબિયતને કારણે અમુક કક્ષાએ પહોંચ્યા પછી સ્થિર થાય છે.
કેટલાક નેતાઓ મોટું સત્તાસ્થાન મળતાં લોકોને અચાનક મોટા ભાસવા લાગે છે. જેઓ પોતાના જિલ્લામાં પણ પૂરા જાણીતા હોતા નથી. તેઓ રાષ્ટ્રિય સ્તરે બિરાજે છે, છાપાંઓમાં અને ટી. વી.માં ઝળકે છે, આખા દેશમાં ઊડાઊડ કરવા લાગે છે, સરકારી સગવડો અને માનપાન ભોગવે છે. પોતાનામાં બહુ દૈવત નથી એ તેઓ જાણે છે અને ભોગવાય એટલું ભોગવી લેવામાં જ તેમને રસ હોય છે, પરંતુ જેવા તેઓ સ્થાનભ્રષ્ટ થાય છે કે થોડા વખતમાં જ તેઓ પડદા પાછળ વિલીન થઈ જાય છે. આવી નેતાગીરી વર્ધમાન- હીયમાન હોય છે. કેટલાક સતત આગળ વધતા નેતાઓ એકાદ ભૂલને કારણે પાછા પડે છે , પરંતુ તક મળતાં ફરી પાછા ઉદયમાં આવે છે. કેટલાકના જીવનમાં આવી ચડતી-પડતી એક કરતાં વધુ
નેતાગીરી અને મોવડીમંડળ જ ૩૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org