________________
લાગે છે. રાજકીય નેતાગીરીમાં ઉદયાસ્ત આમ વારંવાર જોવા મળે છે. તાજેતરના જ અનુભવ ટાંકવા હોય તો જ્યારે ઇરાક ઉપર બહુરાષ્ટ્રિય દળો સાથે આક્રમણ કરવાનો વિચાર પ્રમુખ જ્યોર્જ બુશે દર્શાવ્યો ત્યારે અમેરિકાની પ્રજામાં તેનો વિરોધ થયો, પરંતુ યુદ્ધ કર્યા પછી વિજય મેળવ્યો ત્યારે બુશની પ્રતિભા ત્યાં ઘણી પ્રશંસાપાત્ર બની ગઈ. ઇરાકે ઈરાન જેવા મોટા રાષ્ટ્રને આઠ વર્ષ સુધી યુદ્ધમાં હંફાવી નાખ્યું અને કુવૈત ઉપર પણ આક્રમણ કરી વિજય મેળવ્યો ત્યારે ખુશ થયેલી ઇરાકી પ્રજામાં પ્રમુખ સાદામ હુસેનની પ્રતિભા ઘણી માનભરી બની ગઈ, પરંતુ ખાડીના યુદ્ધમાં પરાજ્ય સાંપડ્યો અને વિનાશ સર્જાયો ત્યારે અનેક ઇરાકીઓ સાદામા હુસેનને ધિક્કારતા થયા. સોવિયેટ યુનિયનમાં અને અન્ય સામ્યવાદી દેશોમાં ગોર્બીચેવે પેરેસ્ટ્રાઇકા અને ગ્લાસનોસ્ત (મુક્ત વાતાવરણ)ની હવા ફેલાવી એથી કરોડો લોકો એમને મહામાનવ ગણવા લાગ્યા. શાંતિ માટે એમને નોબેલ પારિતોષિક અપાયું. એ જ સોવિયેટ યુનિયનમાં આર્થિક સમસ્યાઓ અને આનુવંશિક સંઘર્ષો ઊભા થતાં લાખો માણસો ગોર્બાચવના વિરોધી થઈ ગયા. આપણા ભારતમાં પણ કેટકેટલા સારા રાજદ્વારી નેતાઓની પ્રતિભા ઝાંખી થતી આપણે જોઈ છે!
રાજકારણમાં જ્યાં બંધારણીય સમયમર્યાદા હોય છે ત્યાં સત્તા પર આવેલી વ્યક્તિ લોકોની નજરમાં મોટા નેતા તરીકે ઉપસી આવે છે, પરંતુ સત્તા ઉપરથી ઊતરી જતાં તેનું તેજ ઝાંખું થઈ જાય છે. સમર્થ કે નબળી વ્યક્તિ સત્તા પર આવતાં કે પરિવર્તન થતાં રાષ્ટ્રની નેતાગીરીમાં ભરતીઓટ થાય છે. કોઈ એક સમર્થ મટા સત્તાધીશના અવસાન પછી નેતાગીરીનો થોડો વિષમ કાળ આવે છે. કેટલીક વાર લોકો લોકપ્રિયતા અને સામર્થ્ય વચ્ચેની ભેદરેખાને પારખી શક્તા નથી. લોકપ્રિય વ્યક્તિને તેઓ સત્તાસ્થાને બેસાડે છે, પરંતુ પછી રાજ્ય ચલાવતી વખતે એનામાં કુનેહ અને સામર્થ્યનો અભાવ દેખાઈ આવે છે. ચલચિત્રો દ્વારા લોકપ્રિય બનેલા નેતાઓ જ્યારે. રાજકારણમાં ઝંપલાવે છે ત્યારે તેમની કસોટી થાય છે. લોકપ્રિય હોય તે સમર્થ ન હોય એવું નથી, પણ વહીવટી સામર્થ્ય અને લોકપ્રિયતા વિરલ વ્યક્તિઓને સાંપડે છે. જેઓ પોતાના સામર્થ્યથી લોકપ્રિય થાય છે તેમને પણ પછી જો લોકપ્રિયતાનો નશો ચડે છે તો તેની અવળી અસર તેમના સામર્થ્ય ઉપર પડ્યા વગર રહેતી નથી. લોકોને રાજી રાખવા જતાં તેઓ કડક નિર્ણય લઈ શકતા નથી. તેઓ અનિર્ણયતાના વમળમાં ફસાયા કરે છે.
નેતાગીરી અને મોવડીમંડળ ૯ ૩૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org