________________
૪૦ નેતાગીરી અને મોવડીમંડળ
લોકોના નેતા બનવું અને સારા, સાચા મોટા નેતા તરીકે જીવનપર્યત બહુમાનપૂર્વક એ સ્થાન ભોગવવું એ જેવી તેવી વાત નથી.
કેટલાક મહાન નેતાઓ માત્ર પોતાના જીવનકાળ દરમિયાન જ નહિ, એક આખા યુગ ઉપર, એક-બે સૈકાથી વધુ સમય સુધી વિભિન્ન પ્રજાઓ ઉપર છવાયેલા રહે છે. એવા યુગપ્રધાન નેતાઓની સંખ્યા અલ્પ હોય છે, પરંતુ એમનું વિસ્મરણ જલદી થતું નથી. એમના વિચારો, આદર્શો, પ્રેરક પ્રસંગો વર્ષો સુધી લોકો વાગોળતા રહે છે. કેટલાક સંતમહાત્માઓ, ઋષિમુનિઓ, પયગંબરો, સંબુદ્ધ, પુરુષો જગગુરુઓ, તીર્થકરો અનેક સૈકાઓ સુધી પોતાના જીવન અને સંદેશ દ્વારા લોકોને સન્માર્ગે દોરે છે.
લોકશાહી હોય, સરમુખત્યારશાહી હોય, રાજાશાહી હોય, લશ્કરી શાસન હોય કે ગમે તે પ્રકારની રાજ્યવ્યવસ્થા હોય, રાજદ્વારી ક્ષેત્રે નેતા બનવું અને પ્રજાવત્સલ નેતા તરીકે આદરપૂર્વક સ્થાન મેળવવું અને ટકાવી રાખવું એ ઘણી કઠિન વાત છે, કારણ કે કુટિલતા, અસત્ય, કાવાદાવા, વેરભાવ, અવળો પ્રચાર, જૂઠા આક્ષેપો, દંભ, મિથ્યા વચનો, હિંસક ઉશ્કેરણીઓ વગેરેનો ગંદવાડ રાજકારણમાં રહેલો હોય છે. સત્તા દ્વારા ઘણાં કાર્યો ત્વરિત થઈ શકે છે. એટલે સત્તાનું આકર્ષણ મહત્ત્વાકાંક્ષી લોકોને ઘણું રહે છે. પરંતુ સત્તા જ માણસને ભ્રષ્ટ બનાવે છે અને સત્તાનો નશો માણસ પાસે ઘણા અનર્થો કરાવે છે. આથી જગતમાં થોડે થોડે સમયે જુદાં જુદાં રાષ્ટ્રોમાં તેની રાજકીય નેતાગીરીમાં ભરતીઓટ આવ્યા કરે છે. એક મહત્ત્વની ઘટના બનતાં રાષ્ટ્રના નેતાના મૂલ્યાંકનમાં ફરક પડવા
૩૧૮ : સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org