________________
દેશ છે અને દુનિયાની સારામાં સારી સિગરેટ બનાવતી કંપનીઓ પણ અમેરિકામાં ખરી. એટલે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં ધૂમ્રપાનનો પ્રચાર એટલો બધો વધી ગયો હતો કે પ્રતિવર્ષ લાખો અમેરિકનો સિગરેટને કારણે થતા કેન્સરને લીધે મરતા. અમેરિકાએ સિગરેટ વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી, સિગરેટનાં ખોખાં ઉપર ચેતવણી લખવાનું ફરજિયાત બનાવ્યું, ટીવી અને રેડિયો ઉપર સિગરેટની જાહેરખબર ઉપર પ્રતિબંધ મૂક્યો, શાળા-કૉલેજો, હૉસ્પિટલો, થિયેટરો, ગ્રંથાલયો, સંગ્રહાલયો વગેરે કેટલાંયે જાહેર સ્થળોમાં, વિમાનોમાં, બસમાં સિગરેટ પીવા ઉપર મનાઈ ફરમાવી કે બે-અઢી દાયકામાં તો એણે અમેરિકાની પ્રજાને ઘણી સુધારી નાખી. ઘણાખરા ડોક્ટરો પોતે સિગરેટ પીતા બંધ થયા. કેટલીયે ઑફિસોમાં સિગરેટ પીવાની મનાઈ આવી ગઈ. કેટલીયે ઑફિસોમાં હવે નોકરી માટેની જાહેરખબરમાં સ્પષ્ટ શરત લખે કે “Our office is a non-smoking Zone.' આથી કેટલાયે લોકોને સારી નોકરીની ગરજને ખાતર સિગરેટની ટેવ છોડવી પડે છે. કેટલાક લંચ ટાઈમમાં ખુલ્લામાં, કાર પાર્કિંગ એરિયામાં જઈને સિગરેટ પી આવે, પણ બરફ વરસતા શિયાળામાં તો એ પણ તકલીફ ભર્યું.
અલબત્ત, સિગરેટની બાબતમાં અમેરિકાની પ્રજા જેટલી સુધરી તેટલી તેની સિગરેટ બનાવતી કંપનીઓ સુધરી નથી. અમેરિકામાં એનું વેચાણ ઓછું થઈ ગયું તો દુનિયાના બીજા દેશોમાં પગપેસારો કરવાની એમની પ્રવૃત્તિ એટલી જ જોરથી ચાલે છે. સોવિયેટ યુનિયન બરખાસ્ત થતાં રશિયા ઉપરાંત હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા, ઝેકોસ્લાવકિયા વગેરે દેશોમાં પોતાની સિગરેટ ઘુસાડવા માટે એ કંપનીઓએ ભારે જહેમત ઉઠાવી છે. બ્રિટિશ, ફ્રેન્ચ, ઑસ્ટ્રેલિયન સિગરેટ કંપનીઓ સાથે અમેરિકન કંપનીઓ પણ મોટી સ્પર્ધામાં ઊતરી છે. ઝેકોસ્લાવકિયાના પાટનગર પ્રાગમાં તો અમેરિકાની એક સિગરેટ કંપનીએ પોતાની જાહેરખબર માટે ટ્રામના ડબ્બા સિગરેટના ખોખાના આકારના અને એવા રંગવાળા તથા પોતાની બ્રાન્ડવાળા બનાવી આપ્યા છે કે જેથી ચોવીસ કલાક લોકોની નજર સામે સિગરેટનાં ખોખાં રહ્યા કરે.
સિગરેટ વિશે દુનિયાભરમાં જાગૃતિ આવતી જાય છે. યુરોપનાં કેટલાંક નાનાં શહેરો તો પોતાને Non-smoking town બનાવવા પ્રયત્ન કરી રહ્યાં છે. એ ખરેખર પ્રશંસનીય ગણાય. સિંગાપુર જેવા city-stateમાં સિગરેટનું પ્રમાણ ઘણું જ ઘટી ગયું છે. તેમ છતાં જેમ શરાબને દુનિયામાંથી ક્યારેય સદંતર નિર્મૂળ નહિ કરી શકાય, તેમ માદકતાના લક્ષણને કારણે
લેડી નિકોટિન સાથે છૂટાછેડા ઃ ૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org