________________
નાખ્યાનો આનંદ છે તો બીજાને તે મેળવ્યાનો આનંદ છે. ક્યારેક તેમાં નાણાંની લેવડદેવડ હોય છે, ક્યારેક નહિ.
ફેંકી દેવાયેલો કચરો ફેંદીને તેમાંથી પોતાને કામની વસ્તુ મેળવીને તેમાંથી કલાત્મક વસ્તુઓ બનાવનારો વર્ગ પણ દુનિયામાં ઘણે સ્થળે છે, પણ તેનો આશય નિરાળો છે. જૂની-પુરાણી ચીજ વસ્તુઓની લે-વેચનું ક્ષેત્ર પણ અત્યંત વિશાળ છે. તેનો વિષય પર મોટો છે. અહીં તો આપણે ફેંકી દેવાયેલો કરચો વીણીને આજીવિકા રળનાર (Rag-Pickers) વિશે થોડું વિચારીશું.
આ વિશ્વમાં દરેકે દરેક વ્યક્તિને પોતાની ઇચ્છા પ્રમાણે, પોતાની શક્તિ અને પાત્રતા અનુસાર વ્યવસાય મળી રહે અને દરેકને એનાથી સંતોષ રહે એવું બનવાનું શક્ય નથી, કારણ કે તક કરતાં ઉમેદવારો હંમેશાં વધુ રહેવાના અને ઇચ્છામાં વધઘટ થતી રહેવાની. અસંખ્ય લોકોને તો આજીવિકા મળી, બેકાર નથી બેસી રહેવું પડતું એટલી વાત પણ સંતોષસમાધાન કરાવનાર નીવડે છે. માણસનો રસનો વિષય એક હોય ને વ્યવસાયનું ક્ષેત્ર ભિન્ન હોય એવું અનેક લોકોની બાબતમાં બનતું રહે છે. થોડાક ભાગ્યશાળી માણસોને પોતાનાં રસરુચિ, ઇચ્છા, પાત્રતા અનુસાર વ્યવસાય મળી રહે છે અને એનો એમને પરમ સંતોષ પણ હોય છે.
આર્થિક દૃષ્ટિએ પછાત દેશોમાં જ્યાં અનેક લોકોને નોકરી ધંધો ન મળતાં, આજીવિકાનું સાધન પ્રાપ્ત ન થતાં બેરોજગાર બનીને બેસી રહેવું પડે છે, ભીખ માગવી પડે છે, ચોરી લૂંટફાટનો આશ્રય લેવો પડે છે, આપઘાત કરવો પડે છે ત્યાં પરિસ્થિતિ બહુ વિષમ હોય છે. માણસ સશક્ત હોય, કામ કરવા માટે ઉત્સુક હોય ને છતાં રોજી ન મળતી હોય એ વખતનું નૈરાશ્ય તો જેણે અનુભવ્યું હોય તેને જ વધુ સમજાય. સુશિક્ષિત માણસોની આવા કપરા કાળની સંવેદના વધુ ઘેરી હોય છે. જ્યાં ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ વધુ હોય છે ત્યાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધુ હોય છે. પેટનો ખાડો પૂરો કરવા માટે ગમે તેવું હલકું ગંદુ, જોખમભરેલું કામ માણસ સ્વીકારી લે છે અને પછી એનાથી ટેવાઈ જાય છે.
માણસ ઘરબાર વગરનો હોય, લાચાર હોય, ભૂખે મરતો હોય તો એ આજીવિકા મેળવવા માટે કચરામાંથી પણ બીજા કોઈકને કામ લાગે એવી વસ્તુ શોધી કાઢે છે. લશ્કરી તાલીમ કેન્દ્રોમાં તાલીમ લેતી વખતે રાઈફલ કે મશીનગનના ફાયરિંગ પછી એ જ જગ્યાએ ફૂટેલાં કારતૂસોના ધાતુના ઝીણા ટુકડા વીણવા માટે આસપાસના ગરીબ સ્ત્રીપુરુષો જાનના
કચરો વીણનારા ૪ ૨૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org