________________
છેતરવાનો નિર્દોષ આનંદ રહેલો હોય છે. (ટાગોરે યુવાન વયે પોતાની કવિતાની બાબતમાં આમ કરેલું.) ક્યારેક કોઈકનું મહત્ત્વ વધારી દેવાનો અથવા ક્યારેક કોઈકને ઉતારી પાડવાનો આશય રહેલો હોય છે. ક્યારેક સમાજને માત્ર આઘાત આપવાનો આશય રહેલો હોય છે, તો ક્યારેક નિર્ણાયકોની અન્યાયી અને અભિમાની વૃત્તિને તોડવાનો ઇરાદો હોય છે.
ક્યારેક પૈસા કમાવા માટેનું તે એક માત્ર તરકટ હોય છે, તો ક્યારેક તેમાં ઇતિહાસનાં ખલપાત્રોને સારાં ચીતરવાનો હેતુ હોય છે. પરંતુ જેમ કહેવાય છે કે ચોરી કરનાર માણસ પોતાને પણ ખબર ન હોય એવી કોઈક નિશાની પાછળ મૂકતો જાય છે. અને તે પકડાતાં તેની ચોરી પકડાઈ જાય છે. તેવી રીતે સાહિત્યકૃતિઓ, કલાકૃતિઓ અને પ્રાચીન અવશેષોના ક્ષેત્રે અસત્યના પ્રયોગ કરનાર છેવટે તો ખુલ્લા પડી જતા હોય છે.
આપણા ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદનાં કહેવાતાં નાટકોની બનાવટ ઘણા મોટા પાયા પર થઈ હતી. મહાકવિ પ્રેમાનંદ એમનાં આખ્યાનો માટે જાણીતા છે. એમણે નાટકો લખ્યાં છે એવું કોઈ જાણતું નહોતું; પરંતુ પાંચેક દાયકા પહેલાં વડોદરાની “પ્રાચીન કાવ્યમાળા'ના સંપાદકોએ પ્રેમાનંદ નાટકો પણ લખ્યાં છે એવી જાહેરાત કરીને ત્રણ નાટકો છાપ્યાં. એ વાંચતાં જ કેટલાક વિવેચકોને વહેમ પડેલો કે એ નાટકો પ્રેમાનંદનાં હોઈ શકે નહિ. ગુજરાતી સાહિત્ય-જગતમાં ઘણાં વર્ષો સુધી એ નાટકો વિશે ચર્ચા ચાલી. બનાવટ કરનારાઓએ એનો બચાવ કર્યો, પરંતુ છેવટે એ પોકળ હોવાનું પુરવાર થયું. “હાલીમવાલી', “પરેડ' જેવા કેટલાક શબ્દો, જે અર્વાચીન સમયમાં વપરાય છે એવા શબ્દો પ્રેમાનંદની ભાષામાં બનાવટ કરનારાઓથી અજાણતાં વપરાઈ ગયાં. પરિણામે નાટકોની ભાષા અંગે નરસિંહરાવ જેવા વિચક્ષણ ભાષાશાસ્ત્રીને વહેમ પડેલો અને એમણે એ નાટકો પ્રેમાનંદનાં નથી એની વિસ્તારથી ચર્ચા કરેલી.
કવિ ભાલણે પોતાનું પહેલું ‘નળાખ્યાન' ગુમ થઈ જતા બીજું ‘નળાખ્યાન' લખ્યું હતું એવી વાત વહેતી મુકીને “પ્રાચીન કાવ્યમાળા'ના સંપાદકોએ ભાલણનું કહેવાતું બીજું “નળાખ્યાન' પ્રગટ કર્યું હતું, પરંતુ આ લખનારે પોતે પોતાના એક સંશોધનલેખમાં પુરવાર કરી આપ્યું છે કે ભાલણનું કહેવાતું બીજું “નળાખ્યાન' તે મહાભારતના “નલોપાખ્યાન'ના અર્વાચીન સમયમાં થયેલા એક ગુજરાતી અનુવાદ પરથી લખાયું છે, માટે તે પૂરેપૂરી બનાવટી કૃતિ છે. “પ્રતિ માસ” અને “સાદડી” જેવા શબ્દો એ બનાવટ પકડવામાં ચાવીરૂપ બન્યા હતા. ગુજરાતી ભાષાની જેમ દુનિયાની
અસત્યના પ્રયોગો * ૩૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org