________________
૩૯ લોકમત
જનસંખ્યાની દૃષ્ટિએ લોકશાહી પદ્ધતિએ મતાધિકાર ધરાવનાર દુનિયાનો સૌથી મોટો દેશ તે ભારત છે. આઝાદી પછી સમયે સમયે ભારતમાં કેન્દ્ર અને રાજ્યકક્ષાએ ચૂંટણી યોજાઈ છે. એનાં પરિણામોમાં બદલાતા જતા લોકમાનસનો પડઘો પડ્યો છે. કેન્દ્રમાં એક પક્ષ અને રાજ્યમાં અન્ય પક્ષ સત્તારૂઢ હોય એવી પરિસ્થિતિ ભારતમાં હવે નવી નથી.
એમ કહેવાય છે કે ચૂંટણીઓમાં પ્રજા સામુદાયિક રીતે પોતાની ગુણગ્રાહક વૃત્તિ જેટલી વ્યક્ત કરે છે, તેથી વિશેષપણે ઝડપથી પોતાની નાપસંદગીની વૃત્તિ વ્યક્ત કરે છે. સુખઆશા કરતાં સ્વાર્થહાનિનો પ્રત્યાઘાત ચૂંટણીઓમાં તરત પડે છે. વિપરીત અનુભવો થતાં કોઈક વ્યક્તિ કદાચ અક્ષુબ્ધ રહી શકે, પ્રજા ન રહી શકે.
પ્રજા જ્યારે ચૂંટણી દ્વારા શાસક પક્ષને બદલવાનું નક્કી કરે છે ત્યારે એનો નિર્ણય હંમેશાં સાચો જ હોય છે એવું નથી, તેવી રીતે કોઈ પણ રાજકીય પક્ષ એક સરખી કાર્યદક્ષતા અને દૃષ્ટિ કાયમ માટે ટકાવી રાખે એવું પણ નથી. ઉચ્ચ સ્તરે નેતાગીરીના કેટલાક ફેરફારથી કે પક્ષની બદલાતી નીતિરીતિથી પક્ષનું સ્વરૂપ બદલાઈ જાય છે. એની અસર ચૂંટણીઓ ઉપર પડે છે.
ભારતનાં દક્ષિણનાં રાજ્યોમાં ચલચિત્રો ક્ષેત્રે સુપ્રસિદ્ધ હોય એવી કેટલીક વ્યક્તિઓ સત્તાસ્થાને આવી હોય એવી ઘટનાઓ બની છે. દુનિયામાં
૩૧૪ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org