________________
૩૮
સન્માન-પ્રતીકો
સરકાર તરફથી સ્વ. પૂજ્ય આચાર્ય વિનોબા ભાવે માટે “ભારતરત્ન'નો મરણોત્તર ઇલ્કાબ જાહેર કરવામાં આવ્યો હતો. સરકારના આ કાર્યને આપણે સ્તુત્ય ગણીશું ?
વિનોબાજીની હયાતી દરમિયાન સરકારને આવો વિચાર કેમ ન આવ્યો ? વિનોબાજી હજી હયાત હોત તો સરકારે આ ઇલ્કાબ જાહેર કર્યો હોત ? જો જાહેર કર્યો હોત તો વિનોબાજીએ એ સ્વીકાર્યો હોત ? ભૂતકાળમાં વિનોબાજીએ આવા ઇલ્કાબ માટે પોતાની નામરજી દર્શાવી હતી ? આપણા સ્વાતંત્ર્યસંગ્રામના કેટલા બધા મહાન નેતાઓ માટે ભૂતકાળમાં સરકારે આવા મરણોત્તર ઇલ્કાબ કેમ જાહેર નહોતા કર્યા ? આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે.
પ્રતિવર્ષ આપણી સરકાર તરફથી પ્રજાસત્તાક દિનની ઊજવણી નિમિત્તે વિવિધ ઇલ્કાબો જાહેર થાય છે. વચ્ચે જનતા સરકારે ઇલ્કાબો બંધ કરી દીધા હતા. અંગ્રેજો ગયા પણ તેમની ઇલ્કાબોની પ્રથા ગઈ નથી એવી ફરિયાદ કરનારો વર્ગ પણ છે. સરકારી ઇલ્કાબો એ માનસિક ગુલામીને પોષનારી પ્રથા છે, એવો પણ એક મત છે. પોતાના ક્ષેત્રે અનેરી સિદ્ધિ દાખવનાર પણ સરકારની આકરી ટીકા કરનારને ઇલ્કાબો અપાતા નથી એવી ફરિયાદમાં અને ખોટા માણસોને લાગવગથી કે રાજકીય હેતુથી ઇલ્કાબો અપાઈ જાય છે, એવી ફરિયાદમાં અલબત્ત તથ્ય રહેલું છે. પરિણામે, ઘણી યોગ્ય વ્યક્તિઓને ઇલ્કાબો અપાતા હોવા છતાં આપણી
સન્માન-પ્રતીકો x ૩૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org