Book Title: Samprat Samaj Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 356
________________ ઘણી ભાષાઓમાં વિવિધ હેતુઓથી સાહિત્યિક બનાવટ થઈ છે, અને થતી રહે છે. નકલ કરનારાઓ ક્યારેક બહુ ખંત અને ચીવટ પૂર્વક નકલ કરતા હોય છે. જેની નકલ કરવાની હોય છે, એના જીવન અને સાહિત્યનો તેઓ ઊંડો અભ્યાસ કરતા હોય છે. એના હસ્તાક્ષરની બરાબર નકલ કરવા માટે વર્ષો સુધી તેઓ તાલીમ લેતા હોય છે અને પછી તેવી બનાવટ બજારમાં મુકાય છે. લિન્કનના એન ૨ટલેજ સાથેના બનાવટી પ્રેમપત્રોએ તો લિન્કનના અભ્યાસીઓને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા. ઇટાલીમાં મુસોલિનીની બનાવટી ડાયરીઓ લખનારાઓએ તો ત્રણ દાયકા જેટલો લાંબો સમય આવી બનાવટની તૈયારી કરવા પાછળ આપ્યો હતો. પરંતુ આવી બનાવટ કરનારાઓ કોઈક નાની બાબતમાં ભૂલથાપ ખાઈ જતા હોય છે, અને છેવટે બનાવટ પકડાઈ જાય છે. હિટલરની ડાયરીઓનાં બાઈન્ડિંગમાં નાયલોનનો દોરો વપરાયો; પરંતુ નાયલોનના દોરાની શોધ તો બીજા વિશ્વયુદ્ધ પછી થઈ હતી એ વાત બનાવટ કરનારાઓના ખયાલ બહાર ચાલી ગઈ. એવી જ રીતે કાગળ, શાહી, ગુંદર વગેરેનાં રાસાયણિક પૃથક્કરણોએ પુરવાર કરી આપ્યું હતું કે હિટલરની કહેવાતી એ ડાયરીઓ એટલી જૂની નથી. કાળનું બળ ઘણું મોટું છે. ભલભલી વસ્તુઓને તે જીર્ણશીર્ણ કે નામશેષ કરી નાખે છે. એટલે જ કાળના પ્રહારો સામે ટકી ગયેલી વસ્તુઓમાં માણસને રસ પડે છે. દુનિયામાં કેટલાય એવા માણસો હોય છે કે જેમને જીવંત રસ વર્તમાન કે ભવિષ્ય કરતાં ભૂતકાળમાં વિશેષ હોય છે. એવા રસન્ન અભ્યાસીઓ પ્રાચીન ચીજવસ્તુઓનું મહત્ત્વ અને મૂલ્ય આપણને સમજાવે છે. એવા જ કેટલાક અભ્યાસીઓ પોતાના જ્ઞાનની શક્તિઓનો વિનિયોગ આવાં તરકટો યોજવામાં કરે છે. જ્યાં સુધી બનાવટ કર્યાના નિર્દોષ આનંદ સિવાય બીજું કશું જ પ્રયોજન નથી હોતું ત્યાં સુધી તો સારું જ છે, પરંતુ જ્યાં ઇતિહાસનું સપ્રયોજન ખંડન કરવાનો અને પૈસા કમાવાનો આશય હોય છે ત્યાં તે ટીકાપાત્ર બને છે. વર્તમાન સમયમાં સંશોધનના ક્ષેત્રે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ શોધાઈ છે, ત્યાં નવી વસ્તુને જૂની તરીકે ખપાવવાનું તરકટ હવે લાંબા સમય સુધી ચાલી શકે નહીં. આમ પણ, સત્યમાં એટલું બધું બળ છે કે ગમે ત્યારે પણ તે પ્રગટ થયા વિના રહે નહિ. અસત્ય છેવટે તો અસત્ય જ ઠરે છે. (સાંપ્રત સહચિંતન-૧) Jain Education International ૩૦૮ * સાંપ્રત સમાજ-દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428