________________
નિરપેક્ષ પદ્ધતિની અપેક્ષા રાખી શકાય. પરંતુ દુર્ભાગ્યે ભારતમાં કેટકેટલી બાબતમાં સારી વસ્તુને કેમ બગાડી શકાય એનું ઉદાહરણ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે. ભારત એટલો મોટો અને વૈવિધ્યસભર દેશ છે કે ગુણવત્તા ઉપરાંત પ્રજાના વિવિધ વર્ગને સંતોષવા માટે પ્રાંત, જિલ્લો, વર્ણ, જાતિ, ધર્મ, ભાષા, લઘુમતિ, પક્ષ ઇત્યાદિ ઇતર વસ્તુઓને પણ ગણનામાં લેવાય છે. પરિણામે પ્રતિવર્ષ ઇલ્કાબોની જાહેરાત થતાં આનંદ અને અસંતોષની મિશ્ર લાગણી પ્રજામાં અને તેમાં વિશેષત: બુદ્ધિજીવી વર્ગમાં પ્રવર્તે છે.
સન્માન-પ્રતીકોની બાબતમાં ભારતમાં અને સર્વત્ર જો આમ બન્યા કરતું હોય તો સારી સ્થિતિ એ નથી કે સન્માન-પ્રતીકો સદંતર નાબૂદ કરવાં જોઈએ ? હરગીજ નહીં. બીજાના ચડિયાતા ગુણની કદર કરવાની વૃત્તિ મનુષ્યમાં સહજ રીતે રહેલી છે. એમ કરવાથી ઉભય પક્ષને પ્રોત્સાહન મળી રહે છે. જે સમાજ પોતાના ઉત્તમ નાગરિકોની અસાધારણ સિદ્ધિઓ બિરદાવતો નથી તે સમાજ વખત જતાં કદરહીન અને નિસ્તેજ બનવા લાગે છે. જે માણસને બીજાની સિદ્ધિઓ જોઈને આનંદ થતો નથી તે માણસ સૂક્ષ્મ દૃષ્ટિએ પોતાની સિદ્ધિઓને જ હાનિ પહોંચાડે છે.
સન્માન-પ્રતીકો હોય તો સમાજના વિવિધ વર્ગ વચ્ચે, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે તે મેળવવા માટે સ્વસ્થ સ્પર્ધા રહે છે. સ્પર્ધા પુરુષાર્થને પ્રોત્સાહિત કરે છે, અને નિષ્ક્રિયતા કે મંદતાને દૂર કરે છે. એટલે સન્માન પ્રતીકોની પ્રથા બંધ કરવા કરતાં તેના વિતરણની પદ્ધતિમાં રહેલા દોષોનું નિવારણ કરવું વધુ ઇષ્ટ છે. કેન્દ્ર અને રાજ્યની સરકારોએ પોતાનાં સન્માન-પ્રતીકોને ગૌરવ અપાવવું હોય તો તે માટે સ્વાયત્ત તંત્રની રચના કરવી જોઈએ. તેમાં નિર્ણાયક તરીકે પ્રામાણિક, અનુભવી, દૃષ્ટિ સંપન્ન, પ્રતિષ્ઠિત, તટસ્થ, નિ:સ્પૃહ વ્યક્તિઓની નિમણૂક કરવી જોઈએ, અને લોકશાહી પદ્ધતિએ થતા તેમના કાર્યમાં સરકારે હસ્તક્ષેપ કરવો ન જોઈએ. અલબત્ત, એમ કરવાથી સર્વને સર્વથા સંતોષ જ થશે, એમ ન કહી શકાય, કારણ કે એ સન્માન પ્રતીકોના ક્ષેત્રની પોતાની જ ઘણી અટપટી મર્યાદાઓ છે. તેમ છતાં અસંતોષનું પ્રમાણ ઓછું અવશ્ય થઈ શકે.
યુદ્ધ ભૂમિમાં અનેરું પરાક્રમ દાખવનાર સૈનિકોને, ઘોડદોડમાં કે મોટરકારની રેલીમાં ભાગ લેનારને, રમત ગમતના ખેલાડીઓને, શિક્ષણના વિવિધ ક્ષેત્રે યશસ્વી સિદ્ધિઓ દાખવનારને ચન્દ્રકો અપાય છે. તેમાં ક્યારેય ગેરરીતિ નથી જ થતી એમ ન કહી શકાય. તો પણ જ્યાં પરલક્ષી
સન્માન-પ્રતીકો : ૩૧૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org