________________
સરકારી ઇલ્કાબોની પ્રથા સાથે રાજકારણ સંકળાયેલું હોવાને કારણે પ્રજાના બુદ્ધિશાળી વર્ગનો એટલો આદર એ પ્રથા મેળવી શકતી નથી.
જેમ કેન્દ્ર સરકારની બાબતમાં તેમ રાજ્ય સરકારની બાબતમાં પણ સન્માનપત્રો, પારિતોષિકો વગેરે માટે એવી જ સ્થિતિ પ્રવર્તે છે.
વસતિની દૃષ્ટિએ ભારત એટલો મોટો દેશ છે કે ઇલ્કાબો ઓછા પડે. વિજ્ઞાન, શિક્ષણ, સાહિત્ય, લલિત કલાઓ, રમતગમતો, સમાજસેવા ઇત્યાદિ દરેક ક્ષેત્રે યોગ્ય ઉમેદવારો ઘણા બધા હોય છે, અને ઇલ્કાબો, પારિતોષિકો, ચન્દ્રકો ઇત્યાદિ સન્માન-પ્રતીકો ઓછાં હોય છે. પરિણામે પાત્રતા હોવા છતાં કેટલીય વ્યક્તિઓ એનાથી વંચિત રહી જાય છે. એમાં પણ અયોગ્ય વ્યક્તિને અયોગ્ય રીતે જ્યારે એ અપાઈ જાય છે ત્યારે એનું ગૌરવ ઘટે છે, અને અસંતોષ વધે છે. ભારત સરકારની પદક-લ્હાણી હમેશાં નિરવદ્ય રહી છે એમ નહીં કહી શકાય. એ વહેંચણીમાં જ્યારે પાત્રતા કરતાં લાગવગ કે રાજકારણ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે ત્યારે તે ટીકાપાત્ર બને છે. જે પક્ષની સરકારે ખિતાબોની વહેંચણી કરી હોય તેને બદલે અન્ય પક્ષ સત્તા પર હોય તો કેટલાંય નામોની વધઘટ થઈ જાય, જે દર્શાવે છે કે સરકારની આ પ્રવૃત્તિ સર્વથા તટસ્થ અને ગૌરવયુક્ત રહી નથી. જ્યાં ખિતાબો, ચન્દ્રકો, પારિતોષિકો ઇત્યાદિ સન્માન - પ્રતીકો અયોગ્ય રીતે, યુક્તિપૂર્વક અપાત્રને અપાય છે ત્યાં ભલે એનો આશય યશનો હોય, પરંતુ વાસ્તવમાં તો તે આપનાર અને લેનાર બંનેને અપયશ અપાવે છે. વર્ગશિક્ષક ઠોઠ વિદ્યાર્થીને પ્રથમ નંબરે બેસાડી દે તો તેથી તે વિદ્યાર્થી અને તે વર્ગશિક્ષક બંને હાંસીને પાત્ર બને છે. અતિ પ્રશંસામાં જ નિદાનાં બીજ પડેલાં હોય છે, જે પાસે ઊભેલાને જણાતાં નથી; દૂર ઊભેલા તટસ્થ માણસોને તો તે તરત દેખાવા લાગે છે.
તે માત્ર કેન્દ્ર કે રાજ્યની સરકારની બાબતમાં જ આમ બને છે એવું નથી. શાળા કે કોલેજના ઇનામ વિતરણથી માંડીને નોબેલ પારિતોષિકની જાહેરાત સુધી આવી ખટપટો ચાલતી હોય છે. નોબેલ પારિતોષિકને ગાંધીજી સુધી પહોંચવા ન દીધું (પહોંચ્યું હોત તો પણ ગાંધીજીએ એ સ્વીકાર્યું હોત ?) અને સાત્ર જેવાએ એનો અસ્વીકાર કર્યો ઇત્યાદિ ઘટનાઓ એના વિતરણમાં રહેલી ત્રુટિઓ દર્શાવે છે.
સામાન્ય રીતે તો એવું બનવું જોઈએ કે વ્યક્તિગત કે સંસ્થાગત પારિતોષિકો કરતાં લોકશાહીમાં સરકાર દ્વારા અપાતાં પારિતોષિકોમાં વિવાદ ઓછામાં ઓછો થવો જોઈએ, કારણ કે સરકાર પાસે તટસ્થ અને
૩૧૦ જ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org