Book Title: Samprat Samaj Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 349
________________ ૩૬ વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા એક ચીની ફિલસૂફે કહેલું કે, “હું છાપું ક્યારેય વાંચતો નથી. દુનિયાની જે કોઈ સારી બાબતો હશે તેના સમાચાર ફરતા ફરતા આજે નહીં તો કાલે કે ભવિષ્યમાં ક્યારેક મારી પાસે આવ્યા વગર રહેશે નહીં. જે સમાચાર મારી પાસે નહીં આવે તે જાણવા જેવા નહીં હોય અને એથી મારે કશું ગુમાવવાનું નથી એમ હું માનીશ.' વર્તમાનપત્રોમાં જાણવા જેવી અને ન જાણવા જેવી એવી ઘણી બધી વાતો છપાતી હોય છે. દુનિયામાં પ્રતિક્ષણ અવનવી ઘટનાઓ બનતી રહે છે અને આધુનિક સાધનો દ્વારા એના સમાચાર આખી દુનિયામાં પ્રસરી જાય છે. રેડિયો, ટી. વી. અને ઉપગ્રહોની મદદ દ્વારા ઘરમાં બેઠાં બેઠાં કેટલીયે ઘટનાઓ નજરે નિહાળી શકાય છે. એમ છતાં છાપાંઓનું મહત્ત્વ ઘટશે નહીં, કારણ કે તે મરજી મુજબ ગમે ત્યારે નિરાંતે વાંચી શકાય છે. એમાં સમાચારો વિગતવાર હોય છે. રેડિયો તથા ટી. વી. દ્વારા ન આવરી શકાય એવા દુનિયાભરના વિવિધ પ્રકીર્ણ સમાચારો પણ એમાં હોય છે. - સવારનું છાપું બપોર પછીથી વાસી થઈ જાય છે, કારણ કે સમાચારોની દૃષ્ટિએ દુનિયા થોડા કલાકોમાં જ ઘણી આગળ નીકળી ગઈ હોય છે. એટલે થોડા સમયમાં જ છાપું ભૂતકાળની એક ઘટના કે ઇતિહાસનું એક પાનું બની જાય છે. છાપામાં છપાતા સમાચારમાં તત્કાલીન કે તત્ક્ષણનું સત્ય વિશેષપણે રહેલું હોય છે. રમતગતમના આંકડા હોય કે યુદ્ધની વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા - ૩૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428