________________
ખુવારીનાં આંકડા હોય, તત્કાલ માટે એ વિશેષ સાચા હોય છે. એટલે કે વર્તમાનપત્રના સમાચારોનું સત્ય એ બહુધા સાપેક્ષ સત્ય હોય છે. વિશિષ્ટ કાલસંદર્ભની દૃષ્ટિએ જે વાત સત્ય જણાય છે એ જ વાત અન્ય અપેક્ષાએ અન્ય કાલસંદર્ભમાં એટલી સાચી ન પણ લાગે. છાપાંઓમાં કેટલીક વાર ભૂલથી પહેલા પાનામાં અને વચલા પાનામાં એકની એક બાબત વિશે પરસ્પર વિરુદ્ધ સમાચાર છપાઈ જાય છે, તેનું કારણ આ જ છે.
વર્તમાનપત્રના પત્રકારોએ બહુ ઓછા સમયમાં ઘણી બધી માહિતી એકઠી કરી લેવાની હોય છે. વર્તમાનપત્રો બારે માસ સમયની કટોકટીમાંથી પસાર થતાં હોય છે. એટલે ક્યારેક ઉતાવળે અધૂરા સમાચાર પણ છપાઈ જતા હોય છે. અજાણતાં પણ કેટલીક વખત અર્ધસત્ય રજૂ થઈ જતું હોય
વળી, ઘટના એક હોય પરંતુ જોનારના દૃષ્ટિકોણ જો જુદા જુદા હોય તો એકની એક ઘટનાની રજૂઆત જુદા જુદા માણસો દ્વારા જુદી જુદી દૃષ્ટિથી થાય છે કે જે પરસ્પર વિરુદ્ધ પણ હોઈ શકે. યુરોપના એક ઇતિહાસકાર માટે એમ કહેવાય છે કે એમણે રસ્તામાં એક અકસ્માત નજરે બનતો જોયો. એ જ અકસ્માત વિશે એમણે ત્યાં ઊભેલા કેટલાક માણસો સાથે વાતચીત કરી તો જણાયું કે, અકસ્માતને નજરે જોનાર માણસોનાં વૃત્તાંતોમાં પણ ફરક પડી જતો હતો. એમાં પણ અકસ્માતમાં સંડોવાયેલા જુદા જુદા માણસોના સ્વજનોની રજૂઆત પરસ્પર વિરુદ્ધ હતી. ઇતિહાસકારને થયું કે જે અકસ્માત પોતે નજરે જોયો છે તેના નિવેદનમાં નજરે જોનારાઓમાં પણ જો આટલો બધો ફરક પડી જતો હોય તો ભૂતકાળમાં બસો-પાંચસો વર્ષ પહેલાં બનેલી ઘટના વિશે જે માહિતી પોતાની પાસે આવી છે તેમાં પૂર્ણ સત્ય કેવી રીતે હોઈ શકે ? એમ વિચારતાં ઇતિહાસલેખનમાંથી એમનો રસ ઊડી ગયો હતો. જેમ ઇતિહાસમાં તેમ વર્તમાનપત્રોના વૃત્તાંત-નિવેદનમાં પણ જો તાટધ્ધની ઊણપ હોય તો કેટલીક વાર માત્ર એક દૃષ્ટિકોણનું જ સત્ય તે પ્રગટ કરે છે એમ કહી શકાય.
- સત્યને પ્રકાશિત કરવામાં વર્તમાનપત્રોનો ઘણો મોટો ફાળો હોય છે. પત્રકાર પાસે કોઈ પણ વાતને જાહેરમાં મૂકવાનું એક સબળ શસ્ત્ર હોય છે. એથી જાહેર જીવનમાં પડેલા કેટલાક માણસો પોતાની નિર્બળતાઓ પ્રગટ ન થઈ જાય એ માટે પત્રકારથી ડરે છે. ક્યારેક તેઓ પત્રકારને લાલચ આપી પોતાની નબળી વાત પ્રગટ થતી અટકાવે છે. પત્રકાર દ્વારા
૩૦૨ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org