________________
થવી ઘટે. રોટરી, લાયસન્સ કે અન્ય કેટલીક સેવાભાવી સંસ્થાઓ કે વ્યક્તિઓ આવા લોકોને સારા મોટા કોથળા આપવાનો તથા કંઈક ખાવાનું આપવાનો પ્રબંધ કરે જ છે. કુમળી વયનાં બાળકો હોય તો તેમને રસ પડે એ પ્રકારની કેળવણી આપવાનો પ્રબંધ થવો જોઈએ. એવો પ્રબંધ ક્યાંક ક્યાંક થયો પણ છે. તેઓ પોતાની કમાણી સિગરેટ, શરાબ, જુગાર, વેશ્યા વગેરેમાં ન વેડફી નાખે એ માટે સેવાકાર્ય કરતી સંસ્થાઓએ આવા છોકરાઓનાં મંડળો રચીને કાર્ય કરવાની આવશ્યકતા છે. એવું કેટલુંક કાર્ય સારી રીતે ચાલી રહ્યું પણ છે. કચરો વીણનારાઓમાં પણ તેજસ્વી છોકરાઓ હોય છે. તેને વધુ સારી તક પૂરી પાડવામાં આવે તો તેઓ જીવનમાં ઘણી પ્રગતિ સાધી શકે. એ અંગે પણ વ્યવસ્થિત પ્રયાસ થવાની જરૂર છે.
પોતાના અનેક નાગરિકો કચરો વીણવાના વ્યવસાયમાં પડેલા હોય એ કોઈ પણ રાષ્ટ્ર માટે શોભાસ્પદ વાત નથી. પરંતુ જે રાષ્ટ્રોમાં આર્થિક અવ્યવસ્થાને કારણે અનેક લોકો વ્યવસાયવિહીન હોય, ભૂખે મરતા હોય ત્યાં આ વ્યવસાય પણ ખોટો નથી એમ લાગે. પ્રત્યેક રાષ્ટ્ર સમૃદ્ધ થાય અને એના નાગરિકોને આવો અણગમતો વ્યવસાય સ્વીકારવાનો વખત ન આવે એવી શુભ ભાવના આપણા સૌના અંતરમાં રહેલી હોવી જોઈએ.
(સાંપ્રત સહચિંતન-૧૧)
૩00 * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org