________________
સમૃદ્ધ રાષ્ટ્રોમાં રસ્તાઓ એટલા બધા સ્વચ્છ હોય છે કે એક ચબરખી જોવા ન મળે. કાગળિયાં વીણવાનો વ્યવસાય કરનારા ત્યાં ભૂખે મરે. આપણે ત્યાં રસ્તામાં ગમે ત્યાં કાગળનો કચરો ફેંકવાની ટેવને લીધે લાખો લોકોને આજીવિકા મળે છે. એથી એવો કુતર્ક કરવાનો નથી કે કરુણાભાવથી વધુ કચરો રસ્તામાં નાખીએ તો વધુ લોકોને કમાણીનું સાધન મળે, કારણ કે અસ્વચ્છતાના બીજા અનર્થો ઘણા છે. વર્તમાન સમયમાં તો એક અનિષ્ટ આવશ્યકતા (Necessary Evil) તરીકે જ એનો વાસ્તિવક સ્વીકાર કરવો પડે છે. એની હિમાયત ન થઈ શકે. વસ્તુત: રસ્તાઓ સ્વચ્છ હસે તો ગંદકી, માંદગી નહિ થાય અને કચરો વીણનારને બીજો વ્યવસાય મળી રહેશે.
કાગળિયાં વણનારા ઘણું ખરું સવારમાં નીકળી પડતા હોય છે. રસ્તાઓ પર અને શેરીઓમાં નગરપાલિકાના ઝાડુવાળા કર્મચારીઓ કચરો સાફ કરી નાખે એ પહેલાં તેઓ નીચું જોતાં જોતાં ચક્કર મારી લે છે કે જેથી છૂટાછવાયાં પડેલાં કાગળિયા હાથ લાગી જાય.
પોતાનો કોથળો ભરાય એટલે એક ચક્કર પૂરું થાય. જો કોઈ સાચવનાર હોય તો પોતાના મુકામે કોથળો મૂકીને બીજો કોથળો લઈને તે નીકળી પડે છે. કેટલાક વીણનારા દિવસ દરમિયાન ફક્ત એક ચક્કર લગાવે છે. કેટલાક બે કે ત્રણ ચાર ચક્કર લગાવે છે. કોથળો ભરાતાં તેઓ એવી રદીનો વેપાર કરનારને વેચી આવે છે. કેટલાક એટલી આવકથી સંતોષ માને છે, તો કેટલાક મજૂરીના પ્રકારનું બીજું પરચૂરણ કામ પણ કરી લે છે.
કચરો વીણનારાને પણ વર્ષાઋતુમાં ઓછી આવક મળે છે. કાગળો ભીના થઈ જાય છે. બીજો કચરો પણ ભીનો થઈ ગયો હોય તો કામમાં આવતો નથી. એવે વખતે રાતના આશ્રયનો પ્રશ્ન પણ ઊભો થાય છે. પોતાનું ઠામઠેકાણું ન હોવાથી આવા કેટલાક લોકો વર્ષાઋતુમાં સ્થળાંતર કરી જાય છે. કેટલાક પોતાના વિસ્તારમાં જ બીજું કોઈક કામ શોધી લે છે જે વર્ષાઋતુમાં જ પ્રાપ્ત થતું હોય છે.
કચરા સાથે કામ પાડનાર વ્યક્તિ જો તદ્દન તંદુરસ્ત હોય તો પણ માંદી પડી જવાનો સંભવ છે, તો પછી જેઓને પૂરતો પોષક ખોરાક મળતો નથી અને જેઓને આરોગ્ય વિશે કશી ગતાગમ નથી એવા લોકો અવારનવાર માંદા પડે તેમાં નવાઈ શી ? માંદા પડે ત્યારે દવાના પૈસા તો હોય નહિ, એટલે આવા લોકો થોડા દિવસ પડ્યા રહે છે અને સાજા
૨૯૮ : સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org