________________
બાળકની હોંશિયારી, જાણકારી ઘણી સારી રીતે વધારી શકાય છે. તેમનો ફાજલ સમય આનંદમાં, ઉલ્લાસમાં, કિલ્લોલમાં પસાર કરી શકાય છે. આજનું બાળક એ આવતી કાલનું નાગરિક છે. સારા નાગરિકો જોઈતા હોય તો આજનાં બાળકોને સુશિક્ષિત, સંસ્કારી, ચંપળ અને તેજસ્વી બનાવવા જોઈએ. કોઈ પણ દેશના તમામ બાળકોને એક સાથે સુધારવાનું કાર્ય એટલું સહેલું નથી, તો પણ વ્યક્તિગત કુટુંબકક્ષાએ કેટલાંય કુટુંબો વિષય સામાજિક પરિસ્થિતિમાં પણ પોતાનાં બાળકોને વધુ તેજસ્વી બનાવી શકે છે. બાળકોના વિકાસમાં માતાપિતાનું ઉત્તરદાયિત્વ પણ ઓછું નથી. અલબત્ત, પોતાના ઉત્તરદાયિત્વ વિશે માતાપિતાને પણ સભાન કરવા માટે એવા પ્રકારના શિક્ષણની આવશ્યકતા રહે છે.
- બાળકોને પ્રભુના અવતાર તરીકે ઓળખાવાય છે. એમની પાસે અકાળે પશુ જેવી મજૂરી કરાવવી પડે તે હરકોઈ સમાજ માટે લાંછનરૂપ છે. વસ્તુત: બાળકોના વિકાસમાં માતાપિતા ભાઈ-ભાડુંઓ, સગાં અને પાડોશીઓ, શિક્ષકો, સમાજ શાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, રાજકીય નેતાઓ, સાધુ-સંથી એમ બધાં ઘણું મૂલ્યવાન યોગદાન આપી શકે છે. એ દરેક જો બાળકો પ્રત્યેના પોતાના કર્તવ્યને સારી રીતે સમજે અને નિષ્ઠા અને દૃષ્ટિપૂર્વક તેનો અમલ કરે તો બાળમજૂરોનો પ્રશન એટલો ગંભીર રહે નહિ, આવતી કાલના નાગરિકો ઉત્તમ થાય તથા તેમના દ્વારા જગત વધારે આશાસ્પદ બની શકે.
(સાંપ્રત સહચિંતન-૭)
૨૮૨ એક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org